ગુજરાતી ભવનના વડા તરીકે ફરી મનોજ જોશીને મુકવા ઇન્ચાર્જ કુલપતિનો આદેશ

  • November 07, 2023 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ગીરીશભાઈ ભીમાણીને ટાર્ગેટ બનાવીને કવિતા લખનાર ગુજરાતી ભવનના વડા મનોજ જોશી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી તેને સસ્પેન્ડ કરાયા હતા. સસ્પેન્શનનો નિર્ણય પાછો ખેંચાયા છતાં તેને ભવનના વડાની જવાબદારી ’સેક્ધડ ઈનિંગ’માં આપવામાં આવી ન હતી. નવા ઇન્ચાર્જ કુલપતિ નીલમબરીબેન દવેએ ગુજરાતી ભવનના વડાનો ચાર્જ મનોજ જોશીને સોપવો જોઈએ તેવી નોંધ એસ્ટાબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફ રવાના કરી હોવાનું બહાર આવ્યું છે.
આ બાબતે નિલામબરીબેન દવેનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે જ્યારે મનોજભાઈ જોશી સામેનું સસ્પેન્શન પાછું ખેંચી નોકરીમાં પરત લેવાનો નિર્ણય પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ ગીરીશભાઈ ભીમાણીએ લીધો ત્યારે તેમણે તેના ઓર્ડરમાં એવું લખ્યું છે કે મનોજભાઈ જોશીને તેની ’મૂળ જગ્યા પર પુન:સ્થાપિત કરવામાં આવે છે.’ મનોજભાઈ જોશીની મૂળ જગ્યા ભવનના વડા તરીકેની હતી અને તે તેમને સોંપવામાં આવનાર છે.


મનોજ જોશી નોકરીમાં પુન:સ્થાપિત થયા પછી પણ ભવનના વડાનો ચાર્જ દીપકભાઈ પટેલને આપવામાં આવ્યો છે. ઇન્ચાર્જ કુલપતિના હુકમ પછી હવે એકાદ દિવસમાં જ ચાર્જમાં ફેરફારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.એક સવાલના જવાબમાં નીલાંબરીબેન દવેએ જણાવ્યું હતું કે ભવનના સૌથી સિનિયર મોસ્ટ અધ્યાપકને વડાનો ચાર્જ સોંપવામાં આવતો હોય છે અને મનોજભાઈ જોશી સિનિયર મોસ્ટ છે.કેમ્પસ પર એક એવી ચચર્એિ પણ જોર પકડ્યું છે કે આ નિર્ણય લેવામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને શૈક્ષણિક સંઘ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને સફળતા મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application