સિવિલ હોસ્પિટલના તબીબ–કર્મીઓને મે મહિનામાં ઈન્સેન્ટિવની રકમ ચૂકવાશે

  • April 22, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં પીએમજેએવાય–માં યોજના હેઠળ તબીબ, નર્સિંગ, પેરામેડિકલ અને વર્ગ–૪ના કર્મચારીઓને આપવાનું છેલ્લા ચાર વર્ષથી બાકી ઈન્સેન્ટિવમાંથી પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ આગામી મેં માસમાં ચુકવામાં આવશે. પ્રથમ તબક્કામાં ૬૦૦ જેટલા વર્ગ–૧ના તબીબો થી વર્ગ–૪ના કર્મચારીઓને રકમ સીધી જ તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવનાર છે તેમ સિવિલના સૂત્રોએ જણાવ્યું છે.


કેન્દ્ર સરકારની આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટી પીએમજેએવાય ( આયુષ્યમાન ભારત) યોજનામાં દર્દીઓને મળતી ૧૦ લાખ સુધીની આરોગ્ય સહાયની સાથે સાથે સરકારી હોસ્પિટલમાં આ યોજના હેઠળ સર્જરી–સારવાર કરતા તબીબથી લઇ કલાસ–૪ સુધીના કર્મચારીઓને પગાર ઉપરાંત કામગીરીના ભાગપે પ્રોત્સાહિત રકમ (ઈન્સેન્ટિવ) રાયના આરોગ્ય વિભાગે નક્કી કરેલા ક્રાઈટ એરિયા અને સ્લેબ મુજબ ચુકવામાં આવે છે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૦થી ૨૪ સુધીમાં ઈન્સેન્ટિવનો એક પૈસો પણ ચુકવવામાં આવ્યો નથી. જે અંગે આજકાલ દ્રારા વખતો વખત અખબારી અહેવાલ પ્રસિદ્ધ કરવાની સાથે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન પણ દોયુ હતું.
બાદમાં આ પ્રોસેસ ચાલુ થઇ હતી. અને એક કમિટી બનાવી જરી સૂચનો અને માર્ગદર્શન મેળવી એલ–૧ અને એલ–૨ એમ બે સ્ટેજ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં એલ–૧ સ્ટેજમાં એક ટિમ બનાવી દર્દીઓના કેસ ફાઇલની એન્ટ્રી કરવાનું કામ શ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ૩૦૦ જેટલી કેસ ફાઇલની એન્ટ્રી કરવામાં આવી છે. અને આ એન્ટ્રી ૬૦૦ સુધી થઇ જશે એટલે એલ–૨ના ફાઇનલ સ્ટેજમાં મોકલી વેરીફાઈ કરી સુપ્રિટેન્ડેન્ટની સહી સાથે બેંકમાં મોકલવામાં આવશે અને બેંક દ્રારા જે–તે કર્મચારીના એકાઉન્ટમાં પૈસા જમા કરવાં આવશે તેમ સિવિલ હોસ્પિટલના સૂત્રોએ ઉમેયુ હતું


મે મહિનામાં પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ ચૂકવાઈ જશે: ડો.આર.એસ.ત્રિવેદી
ઈન્સેન્ટિવની કામગીરી બાબતે પૂછતાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હાલ ૩૦૦ જેટલી એન્ટ્રી થઇ ચુકી છે, એલ–૧ સ્ટેજમાં ૬૦૦ જેટલી એન્ટ્રી થઈ જાય એટલે એલ–૨માં ફાઇનલ વેરીફાઈ કરવામાં આવશે. પ્રથમ તબક્કાના ઈન્સેન્ટિવની રકમનું ઇન્સ્ટોલમેન્ટ કલાસ–૧ થી કલાસ–૪ સુધીના કર્મચારીને મેં મહિનામાં ચૂકવાઈ જશે. આ માટેની પ્રક્રિયા ચાલુ જ છે. વધુમાં કહ્યું હતું કે, આ માટેનો જે ઓનલાઇન સોટવેર છે એમાં અપડેટ ચાલુ હતું એટલે કેટલોક વધુ સમય લાગ્યો હતો


ઓછા સમયમાં વધુ લોકોને ઇન્સેન્ટિવ મળે તે માટેના પ્રયત્ન: ડો.એમ.સી.ચાવડા
પીએમજેએવાય યોજનાના સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર અને સિનિયર આરએમઓ ડો. એમ.સી.ચાવડા સાથેની વાતચીતમાં તેમને કહ્યું હતું કે, તબીબો અને કમર્ચારીઓને વહેલી તકે ઈન્સેન્ટિવ મળે એ માટે અમારી ટિમ સતત કાર્યરત છે. આવતા દિવસોમાં કેસ ફાઈલની ૧૦૦૦ જેટલી એન્ટ્રી પુરી કરી શકય એટલા વધારે વ્યકિતઓને ઈન્સેન્ટિવની રકમ ચૂકવાઈ એવા મારા અને અમારી ટીમના પ્રયત્ન રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application