ભાવનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ લી. દ્વારા રૂ. ૭૬૨.૬૨ લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે આજે ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સામાન્ય અને છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે તેમ જણાવી તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર માર્ગ પરિવહન ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી મુસાફરોની સુવિધામાં વધારો કરવાનો નિરંતર પ્રયાસ કરી રહી છે. લોકોની પરિવહન સુવિધામાં વધારો કરવા રાજ્ય સરકારે તાજેતરમાં જ ૨૮૦૦ થી વધુ બસની ફાળવણી કરી છે.
ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત એસ. ટી. નિગમની ૩૫૦ જેટલી બસોનું સંચાલન ભાવનગર જિલ્લામાંથી થઈ રહ્યું છે. સુરત, વડોદરા, અમદાવાદ સહિતના વિવિધ જિલ્લામાં મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી સલામત અને સમયબદ્ધ રીતે અને વ્યાજબી ભાવે બસની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત વાર- તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની બસો પણ જરૂરીયાત પ્રમાણે દોડાવવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, કોઈપણ પ્રસંગ માટે એસ.ટી.ની આખી બસનું જો એડવાન્સ બુકિંગ કરાવવામાં આવશે તો મુસાફરોના ઘર આંગણા સુધી એસ.ટી.વિભાગ સેવા પુરી પાડવા કટીબદ્ધ છે.
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના કર્મીઓને અભિનંદન આપતાં મંત્રીએ કહ્યું કે, એસ. ટી. ડ્રાયવર અને કંડક્ટર તેમના ઘરે પરિવાર સાથે દિવાળી જેવા તહેવારો મનાવી શકતાં નથી પરંતુ હજારો ભાઈ- બહેનો પોતાના ઘરે જઈને દિવાળી મનાવી શકે તે માટે તહેવારોમાં પણ સેવાઓ પુરી પાડી તમારા તહેવારોને ઉજાળે છે. રાજ્ય સરકાર આટલી સરસ સુવિધા પુરી પાડે છે ત્યારે એસ. ટી. બસમાં દરરોજ મુસાફરી કરતા મુસાફરોને સ્વચ્છતા જાળવવા મંત્રીએ સૌને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય જીતુ વાઘાણીએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ભાવનગરના મેયર ભરતભાઇ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મીયાણી, ધારાસભ્યો સેજલબેન પંડ્યા અને શિવાભાઈ ગોહિલ, કલેક્ટર આર. કે. મહેતા, મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકી, એસ.ટી. નિગમના સચિવ રવિ નિર્મલ, જનરલ મેનેજર કે. એસ. ડાભી, મુખ્ય યાંત્રિક ઈજનેર એન. બી. સિસોદિયા, રાજકોટ વિભાગીય નિયામક જે. બી. કરોતરા, ભાવનગર વિભાગીય નિયામક આર. ડી. પિલવાઈકર, આગેવાન અભયભાઈ ચૌહાણ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા તથા એસ.ટી. વિભાગના અધિકારીઓ- પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech