લોકભારતી સણોસરામાં રામકથા સાથે શિક્ષણ, ગ્રામવિકાસ અને કૃષિ અંગે સંગોષ્ઠિનો પ્રારંભ

  • January 01, 2024 06:13 PM 

લોકભારતી સણોસરામાં રામકથા સાથે શિક્ષણ, ગ્રામવિકાસ અને કૃષિ અંગે સંગોષ્ઠિ કેન્દ્રીયમંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સંગોષ્ઠિમા ત્રણ બેઠકોમાં વિષયવાર નિષ્ણાતો માર્ગદર્શન આપવામાં આવશે. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ સાથે કાર્યરત લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુના વ્યાસાસને યોજાઈ રહેલા રામકથા સાથે શિક્ષણ સંગોષ્ઠિ યોજાશે.

આ તકે મોરારિબાપુ અને કેન્દ્રીયમંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે 'નઈ તાલીમ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ' અંગેની નિષ્ણાતોની સંગોષ્ઠિ યોજાઈ હતી. 

કેન્દ્રીયમંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા એ જણાવ્યું હતું કે બુનિયાદી શિક્ષણ લેનાર વિદ્યાર્થી ઉત્તમ કેળવણીના વાહક હોઈ છે. આવનાર સમયમાં બુનિયાદી શિક્ષણ માટે માતાપિતાની પ્રાથમિકતા રહેશે. વધુમાં મંત્રીએ શિક્ષણ અને કેળવણી અંગે થયેલી સંગોષ્ઠિની પ્રશંસા કરી હતી અને નિષ્ણાતોએ રજૂ કરેલ એમના મંતવ્યો શિક્ષણ અને કેળવણીના તાદાત્મ્ય ને દર્શાવનારા જણાવ્યા હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે તા.૨ ને મંગળવારે રોજ બપોરે ૩ થી સાંજના ૬ કલાક દરમિયાન 'ગ્રામાભિમુખ સંશોધન અને નવીનીકરણ' સંગોષ્ઠિ યોજાશે તેમજ ત્રીજા ભાગમાં શુક્રવાર તા.૫ બપોરે ૩ થી સાંજના ૬ કલાક દરમિયાન 'પ્રાકૃતિક કૃષિ અને કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન' સંગોષ્ઠિ દ્વારા માર્ગદર્શન મળશે. લોકભારતીમાં રામકથા લાભ સાથે આ શિક્ષણ સંગોષ્ઠિ માટે અનુક્રમે ગુજરાત નઈ તાલીમ સંઘ અને લોકભારતી અધ્યાપન મંદિર, લોકભારતી વિશ્વવિદ્યાલય અને પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર તથા લોકભારતી લોકસેવા મહા વિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સંકલન થયું છે. આ તકે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, આગેવાન ડો. વલ્લભભાઈ કથીરીયા, ડો. અરુણભાઈ દવે લોકભારતી યુનિવર્સિટીના વડા ડો. રાજેન્દ્રભાઈ ખીમાણી, ખોડાભાઈ ખસીયા, ડો. દીપુબા દેવડા, પર્થેશભાઈ પંડ્યા, વાઘજીભાઈ કરમટીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application