જામનગરમાં મેહુલનગર રોડ, ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ શ્રી એમ. પી. શાહ મ્યુનીસીપલ વૃદ્ધાશ્રમમાં શ્રી જલારામ મેટલ એલોયસ વાળા મેહુલભાઈ જોબનપુત્રાના અનુદાનથી “રમીલાબેન ધીરજલાલ જોબનપુત્રા ઉપવન” નું નિર્માણ કરવામાં આવેલ છે.મેહુલભાઇએ તેમના માતા-પીતાને તેમના જન્મ દિવસની ઉજવણી રૂપે એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ ના નિવાસી વડીલોના લાભાર્થે વિશાલ ગાર્ડન ભેટ આપવાની અનોખી પહેલ કરેલ છે.
એમ.પી. શાહ વૃદ્ધાશ્રમના પટાંગણમાં ૧૦,૦૦૦ [દસ હજાર] ફૂટ ના વિસ્તારમાં વિશાળ ઉપવન બનાવવામાં આવેલ છે જેનું તા. ૩-૧૦-૨૦૨૪, પ્રથમ નોરતાના શુભ દિવસે સવારે ૧૧ વાગ્યે દાતા પરિવાર ના વડીલો ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.શ્રી એમ. પી. શાહ વૃદ્ધાશ્રમ હંમેશા નિવાસી વડીલો અને અન્ય સીનીયર સિટીઝનના લાભાર્થે અનેક વિધ પ્રવૃત્તિઓ કરે છે. 'રમીલાબેન ધીરજલાલ જોબનપુત્રા ઉપવન* નો લાભ ફક્ત નવાસી વડીલો જ નહિ પણ જામનગર શહેર ના અન્ય વડીલો પણ લઇ શકશે. નિવાસી વડીલો સિવાયના અન્ય વડીલો સવારે ૯ થી ૧૧ અને બપોરે ૪ થી સાંજે ૬ વાગ્યા સુધી આ ઉપવાન નો લાભ લઇ શકાશે.
વૃદ્ધોની એકલતાના નિવારણ અર્થે અલગ અલગ સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ વી. સાથે મેળાવડા તથા સંસ્કૃતિક કાર્યક્રમોનું સારી રીતે આયોજન પણ કરવામાં આવે છે.નિવાસી વડીલોને તેમની ઉમરના અન્ય વડીલોને મળવાનો મોકો મળી રહે તે માટે જામનગર શહેરના અન્ય સિનિયર સીટીઝન લોકો માટે પણ ઉપવન ઉપલબ્ધ રહેશે. જેથી અરસ-પરસ સુખ-દુ:ખ ની અલક મલક ની વાતો કરી જીવન ને વધુ જીવંત બનાવી શકે.
એમ. પી. શાહ વૃદ્ધાશ્રમ માં ફીઝીયોથેરાપી, વેક્સીનેશન સેન્ટર, યોગા-કેન્દ્ર વી. વિવિધ પ્રવૃતી પણ કરવામાં આવે છે જેનો નિવાસી વડીલો અને અન્ય વડીલો પણ લાભ લઇ શકે છે તેમ સંસ્થા ની યાદીમાં જણાવવા માં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech