જામનગરના મેયરે કર્યા યોગ ગરબા, જુઓ Video

  • July 10, 2021 01:34 PM 

લીલાવંતી નૈરચ ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા સ્વ.લીલાવંતીબેન શાહની પુણ્યતિથિ નિમિત્તે એક અનોખા નિ:શુલ્ક યોગ ગરબાનો શુભારંભ આજે સવારે કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે કરવામાં આવ્યો હતો.

 

જામનગરમાં  શનિ-રવિ એમ દિવસ યોગ ગરબાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કોવિડ 19ના નિયમોને આધિન કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે કરવામાં આવ્યું છે. આ યોગ ગરબા કાર્યક્રમમાં બે દિવસમાં કુલ 8 બેન્ચમાં બેન્ચ દીઠ 100-100 વ્યક્તિઓ ભાગ લેશે.

 

આ યોગ ગરબા કાર્યક્રમમાં મેનેજિંગ ડાયરેક્ટર રમણિકભાઈ શાહ, ચંદુભાઈ શાહ, ભરતેશભાઈ શાહ, સુરતથી ખાત પધારેલા યોગ તાલીમકાર અનિશ રંગરેજ તથા જામનગરના યોગ શિક્ષિકા પ્રીતિબેન શુકલ દ્વારા આ સુંદર અને અનોખો યોગ ગરબાનો કાર્યક્રમ યોજાયો છે.આ વિશિષ્ટ અને અનોખા યોગ ગરબા કાર્યક્રમમાં જામનગરના પ્રથમ નાગરિક બિનાબેન કોઠારી, એસડીએમ આસ્થાબેન ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને યોગ ગરબામાં ઝૂમ્યા હતાં.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS