કેશોદ: ગુજરાત સરકારની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજીત ૫.૨૦ કરોડ પિયાના ખર્ચે ટાઉનહોલ માંગરોળ રોડ પર શરદચોક પાસે તકિયા તરીકે ઓળખવામાં આવતી સરકારી જગ્યામાં બનાવવામાં આવેલ છે. કેશોદ નગરપાલિકા દ્રારા સ્વામી વિવેકાનંદના નામ સાથે જોડી સ્વામી વિવેકાનદં ટાઉનહોલ નામકરણ પણ કરેલ છે. કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનદં ટાઉનહોલમાં સેન્ટ્રલ એરકન્ડિશન, ૩૫૬ ખુરશીઓ, પાકિગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સાઉન્ડ સીસ્ટમ, લાઈટીંગ વ્યવસ્થા સાથે આધુનિક ટાઉનહોલ બનાવવામાં આવેલ છે. ગુજરાત રાય સરકારના કેબીનેટ મંત્રી અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલનું ઢોલ શરણાઈ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ મેહત્પલભાઈ ગોંડલીયાની ઉપસ્થિતિમાં રીબીન કાપી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવેલ હતું. કેશોદ નગરપાલિકા આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો અને અધિકારીઓ પદાધિકારીઓ નું પુષ્પગુચ્છ આપી નગરપાલિકા કર્મચારીઓ દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનદં ટાઉનહોલનું લોકાર્પણ કાર્યક્રમ દીપ પ્રાગટ કરી શ કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન બાદ પ્રસંગોચિત પ્રવચન કરતાં ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્રારા જણાવ્યું હતું કે કેશોદ વિસ્તારમાં લોકોની સુખાકારી અને જન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજય સરકાર કટીબધ્ધ છે સ્વામી વિવેકાનદં ટાઉનહોલ કલા રસિકો અને કલાકારોને માટે એક પ્લેટફોર્મ બની રહેશે. ગુજરાત રાય સરકારના કેબીનેટ મંત્રી અને જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે કેશોદ ખાતે ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં . ૫.૨૦ કરોડના ખર્ચે અધતન સુવિધાઓથી સંપન્ન નવનિર્મિત ટાઉનહોલનું લોકાર્પણ કયુ. આ ટાઉનહોલ આવનારા દિવસમાં કેશોદના નગરજનો માટે સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે.
કાર્યક્રમ દરમિયાન કેશોદના નગરજનોને રાષ્ટ્ર્રીય પર્વ નિમિત્તે ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન હેઠળ પોતાના ઘર અને ઓફિસે તિરંગો લહેરાવવા તેમજ વન મહોત્સવ તથા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવા માટે અપીલ કરી હતી. કેશોદ નગરપાલિકા આયોજિત સ્વામી વિવેકાનદં ટાઉનહોલ લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ કલેકટર કિશન ગરચર. નાયબ પોલીસ અધિક્ષક બી. સી. ઠક્કર મામલતદાર સંદીપ મહેતા ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ ભનુભાઈ ઓડેદરા નગરપાલિકા સદસ્યો નગરપાલિકા કર્મચારીઓ અને ભાજપના શહેર તાલુકાના હોદેદારો પદાધિકારીઓ અને કાર્યકરો ઉપરાંત શહેરની વિવિધ સંસ્થાઓ ના હોદેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગરપાલિકા ઓફિસ સુપ્રીટેન્ડન્ટ પ્રવિણભાઈ વિઠ્ઠલાણી દ્રારા કરવામાં આવ્યું હતું. કેશોદ નગરપાલિકા દ્રારા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો આયોજકો ને પરવડે એટલું ભાડું નક્કી કરવામાં આવશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech