ખંભાળિયામાં હાલ કાળજાળ ગરમીમાં અહીંની સેવા સંસ્થા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંસ્થાની ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન અજયભાઈ પટેલ તેમજ રાજ્ય શાખાના સહયોગથી જલધારા પ્રોજેક્ટ હેઠળ શહેરના જુદા જુદા ભાગોમાં પીવાના પાણીના પરબને ખુલ્લા મુકવામાં આવ્યા છે.
હાલ ઉનાળાના બે મહિના સુધી અહીંની બંધન બેંક પાસે તેમજ રામનાથ સોસાયટી, બથીયા ચોક ખાતે અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તેમજ નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના હસ્તે આ જલધારા (પરબ) ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
આ લોકાર્પણ પ્રસંગે રેડક્રોસના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયાએ જલધારા પ્રોજેક્ટ અંગેની માહિતી આપી હતી. આ લોકાર્પણ પ્રસંગે મોહિતભાઈ મોટાણી તેમજ ઈન્દ્રજીતસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, ઉપપ્રમુખ યોગેશભાઈ મોટાણી, સેક્રેટરી શૈલેષ કાનાણી, ટ્રેઝરર મિલન સાયાણી, વાઇસ ચેરમેન મૌલિક વાયા, ધિરેનભાઈ મોટાણી, શ્રેયસ મજીઠીયા, કરણ પંચમતિયા, ચિરાગભાઈ મોદી, તેમજ રેડક્રોસના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.
બંધન બેંકના મેનેજર ચિરાગભાઈ મોદી તેમજ રામનાથ સોસાયટીના સંજયભાઈ બથિયા, હેતાભાઈ ગોકાણી તેમજ ધીરુભાઈ ગોરએ સહકાર આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
April 21, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech