જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આઇઆઇએફએલ ફાયનાન્સ લી. ની ગોકુલનગર બ્રાન્ચનો શુભારંભ

  • July 07, 2021 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે ગોકુલ નગર ચોકડી, જકાતનાકા જામનગર ખાતે આઇઆઇએફએલ ફાઇનાન્સ લી. ની નવી બ્રાન્ચનો રીબીન કાપી શુભારંભ કરાયો હતો. રાજ્યમંત્રીએ આ પ્રસંગે કંપનીના હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત કરી આ નવા સાહસ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આઇઆઇએફએલ ફાયનાન્સ લિમિટેડ ભારતભરમાં 2500 કરતાં પણ વધુ શાખાઓ ધરાવે છે જે ગોલ્ડ લોન, હોમ લોન, જનરલ ઈન્સ્યોરન્સ, ડિમેટ એકાઉન્ટ, એસ.આઈ.પી.વગેરે જેવી સુવિધાઓ ગ્રાહકોને પૂરી પાડે છે. આ ઉદ્ઘાટન સમારોહમાં એરીયા મેનેજર સમીર બખતરીયા, ટેરેટરી મેનેજર રત્નદીપસિંહ વાઢેર તથા શક્તિસિંહ રાણા, બ્રાંચ મેનેજર સેલશા તથા કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS