આ નાનકડા ટી સ્ટોલમાં લોકો એક કપ ચાના ચુકવે છે 1000 રૂપિયા

  • March 01, 2021 04:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાના ચાના સ્ટોલ પર, તમે એક કપ ચા માટે વધુમાં વધુ 10-12 રૂપિયા ચૂકવશો. વધારે તો 15. પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કોલકાતામાં એક નાના સ્ટોલમાં લોકોને ચાના કપ માટે 1000 રૂપિયા ચૂકવવા પડે છે. કોલકાતાના રહેવાસી પાર્થ પ્રતિમ ગાંગુલીએ મુકુંદપુરમાં 2014માં પોતાની ચાની સ્ટોલ શરૂ કરી હતી અને એક કપ માટે રૂ. 12 થી લઈને 1,૦૦૦ સુધીની વિવિધ જાતોની ચા વેચે છે. આ નીર્ઝ્શ  પશ્ચિમ બંગાળની રાજધાનીમાં એક ખૂબ જ લોકપ્રિય ચા સ્ટોલ છે.

આ ચા ખૂબ જ અનોખી છે
કપ દીઠ 1000 રૂપિયાની આ ચા એકદમ અનોખી છે. આ નાના ચાના સ્ટોલ પર 100 થી વધુ જાતની અનેક ચા બનાવવામાં આવે છે. મળતી માહિતી અનુસાર ચાની કિંમત કપ દીઠ 12 રૂપિયાથી લઈને 1000 રૂપિયા પ્રતિ કપ સુધી હોય છે. જે  Bo-Lay Teaની કિંમત પ્રતિ કિલો 3 લાખ રૂપિયા છે. અહીંની ચાની અન્ય જાતોમાં સિલ્વર નીડલ વ્હાઇટ ટી, લવંડર ટી, હિબિસ્કસ ટી, વાઇન ટી, તુલસી આદુ ચા, બ્લુ ટીશ્યન ટી, તીસ્તા વેલી ટી, કોર્નબરી ટી, રૂબીયોસ ટી અને ઓકટી ટી શામેલ છે.

સાત વર્ષ પહેલાં સુધી પાર્થ પ્રતિમ ગાંગુલી એક કંપનીમાં કામ કરતો હતો અને તેની સાથે આગળ વધવાની યોજના બનાવી રહ્યો હતો. જો કે, પછીથી તેણે નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો. તે સમયે જ પાર્થને મોડમાં ચાની દુકાન શરૂ કરવાનો વિચાર આવ્યો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS