રાજકોટ નજીક આવેલા આ રામ મંદિરમાં આજે પણ રામસેતુ સમયનો પથ્થર તરે છે, દેશ-વિદેશથી પથ્થર જોવા લોકો અહીંયા આવે છે

  • July 18, 2023 01:08 PM 

 આપણા ગુજરાતમાં એવી કેટલીક જગ્યાઓ છે જે ખરેખર જોવાલાયક હોવા છતાં.તે બહુ જાણીતી ના હોય એટલે ત્યાં પ્રવાસીઓ ઓછા આવતા હોય. ત્યારે આવી જ એક જગ્યા છે જે રાજકોટથી 13 કિલોમીટર દુર આવેલી છે.રાજકોટની નજીક આવેલા રતનપર ગામમાં ભગવાન શ્રી રામનું મંદિર આવેલુ છે.આ મંદિર વિશ્વનું સૌથી મોટુ ધનુષ્ય આકારનું મંદિર માનવામાં આવે છે.આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે આ મંદિરમાં રામસેતુ સમયનો પથ્થર અહિંયા પાણીમાં તરે છે.જેને જોવા લોકો દેશ-વિદેશથી આવે છે.આ સાથે જ લોકો આ મંદિરમાં દુર દુરથી પોતાની માનતા પુરી કરવા માટે આવે છે.


ભગવાન શ્રીરામનો પરચો માનીને લોકો ધન્યતા અનુભવે છે.આ આખુ મંદિર ધનુષ આકારનું છે.આ મંદિરમાં વચ્ચે એક પણ પિલોર કે બિમ્બ નથી.આ મંદિરની બાજુમાં રામ ચરિતનું સૌથી જુનુ મંદિર છે.જ્યાં આજે પણ રામાયણ કાળનો પથ્થર પાણીમાં તરે છે.આ પથ્થરના દર્શન કરવા માટે લોકો દુર દુરથી આવે છે.


આ મંદિરમાં આખી રામાયણ બતાવતી ઝાંખી રજુ કરવામાં આવી છે.રામાયણ સમયના દરેક પ્રસંગને અહિંયા રજુ કરવામાં આવ્યો છે.જે લોકોમાં ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.મંદિરના ટ્રસ્ટી  પ્રવિણસિંહ ઝાલાએ કહ્યું કે મંદિરમાં જે પથ્થર તરે છે તેનો વજન 11 કિલો છે.40 વર્ષ પહેલા એક સંત આવ્યા હતા.જે આ પથ્થર અહિંયા મુકી ગયા હતા.ત્યારે તેમને કહ્યું હતું કે આ પથ્થર પ્રસાદીના રૂપમાં આપી જાવ છું.જે પણ ભક્ત તેના દર્શન કરશે તેની મનોકામના પૂર્ણ થશે.


પ્રવિણસિંહ ઝાલાએ કહ્યું કે જો બીજો કોઈ પથ્થર હોય તો તે પાણીમાં ડુબી જાય પણ આ પથ્થરને 40 વર્ષ થયા છે છતા આ પથ્થર ડુબ્યો નથી.આ પથ્થર પર રામ પણ લખેલુ છે.અમેરિકાવાળાએ સંશોધન પણ કર્યું છે કે જો વિશ્વમાં કોઈ મોટામાં મોટો પુલ હોય તો તે આ રામસેતુ પુલ છે.જે અત્યારે દરિયાની અંદર છે.જે પુલમાંથી પથ્થર અલગ પડ્યા હોય તે આ પથ્થર છે.આવા પથ્થર રામેશ્વરમાં આજે પણ જોવા મળે છે.
​​​​​​​
  
અહિંયા આવતા ભક્તો પણ આ રામસેતુ વખતના પથ્થરને જોઈને ધન્યતા અનુભવે છે.અહિંયા લોકો એવુ માને છે કે દુરથી સિક્કો આ પથ્થર પર ફેંકવામાં આવે અને તે પથ્થર પર રહી જાય તો તેની મનોકામના પૂર્ણ થાય છે.જેથી દેશ-વિદેશથી પણ ભક્તો આ પથ્થરના દર્શન કરવા માટે આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application