કચ્છના નાના રણમાં નર્મદાના વહેતા પાણીએ અગરિયાઓને રોવડાવ્યા

  • February 07, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગરીયાઓને વાવાઝોડાએ રોવડાવ્યા બાદ નર્મદાના પાણીની આફત આવી  અગરીયાઓની મેહનત પર નર્મદાના પાણી એ પાણી ફેરવ્યું છે. કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે અગરીયાઓ મીઠું પકવીને રોજગારી મેળવે છે અને છેલ્લ ા પંદરેક વર્ષોથી નર્મદાના પાણી રણમાં આવે છે અને અગરીયાઓની રોજીરોટી પર પાણી ફેરવી નાખે છે જેનો યોગ્ય રસ્તો કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે.

હળવદના માનગઢ અને અજિતગઢ વચ્ચે માળિયા બ્રાંચ કેનાલનું પાણી રણમાં છોડવામાં આવતા અજિતગઢ, માનગઢ, ટીકર, જોગડ, કીડી સહિતના ગામોના અગરના પાટા પાણીમાં ગરકાવ થઈ ગયાં છે અંદાજીત ૫૦૦ થી વધારે મીઠાના  અગરના પાટાઓ ઉપર સીધી અસર પડી છે.
​​​​​​​
રણમાં આશરે ૮ મહિના જેટલો સમય પસાર કરે છે અને હાલમાં ૫  મહિનાની મહેનત ઉપર  માળીયા બ્રાન્ચ નર્મદા કેનાલના વેડફાતા પાણીના પગલે અગરના પાટાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો સાથે પાણીથી અગરના પાટા બચાવવા હાલતો અગરીયાઓ માટીથી પાણી રોકવાનો નિષ્ફળ પ્રયત્નો કરી રહ્યા છે.
ટીકર પાસે આવેલ રણમાં આશરે ૨૫  કિલોમીટર એરીયામા પાણી ફરી વળ્યું છે અને હજુ પણ સતત પાણીની આવક ચાલુ છે,એક એક અગરીયાઓને ૧  લાખથી વધુનુ નુકશાન થવાની સંભાવના છે, નર્મદાનું પાણી ફરી વળતા આઠ મહિનાની મહેનત  પર પાણી ફરી વળ્યુ છે.પેટે પાટા બાંધી કાળી મજૂરી ની કમાણી પર પાણી ફરીવળતા  અગરીયાઓની પરીસ્થીતી દયયનિય બની છે,સાથે સાથે  નર્મદાનું પાણી રણમાં મોટા પ્રમાણમાં આવી જતા વાહન ચાલકોને આવા જવામાં ભારે મુશ્કેલી પડે છે. તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા પાણી બંધ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News