જામનગરના નભોમંડળમાં તા. ૧૩ જુલાઈને મંગળવારે વધુ એક અવકાશી નજારો જોવા મળશે

  • July 10, 2021 10:38 AM 

જામનગરના ખગોળ મંડળ દ્વારા મંગળવારે અલૌકિક ઘટનાનું ટેલિસ્કોપ ના માધ્યમથી નિદર્શન યોજાશે:  તા. ૧૩મી જુલાઈએ  મંગળવારના સાંજે પશ્ચિમ આકાશમાં મંગળ તથા શુક્ર ગ્રહોનું મિલન નિહાળી શકાશે

જામનગરના નભો મંડળમાં મંગળવાર તારીખ ૧૩ જુલાઈના દિવસે વધુ એક ખગોળીય ઘટના બની રહી છે, અને જામનગરના ખગોળ મંડળ દ્વારા ટેલિસ્કોપના માધ્યમથી મંગળવારે યોજાનારી મંગળ તથા શુક્ર ગ્રહોના મિલનની અલૌકિક ઘટના નિહાળવા માટે નું નિદર્શન યોજવામાં આવ્યું છે.

જામનગરના નભમંડળમાં હાલમાં સાંજના સમયે પશ્ચિમ આકાશમાં શુક્રનો ગૃહ ખુબ ચમકતો ( -૩.૮ મેગ્નેટયુડ.) જોવા મળે છે. શુક્ર ગ્રહ નું દરરોજ અવલોકન કરવામાં આવે તો તે દરરોજ પશ્ચિમ તરફ સરકતો જોવા મળશે.

તા. ૧૩ જુલાઈના રોજ ઝાંખા મંગળ ગ્રહ સાથે તેનું મિલન થશે. આ સમયે આ બન્નેં ગૃહો વચ્ચે નું અંતર માત્ર .૫ અંશ જેટલુજ હશે. જેથી નરી આંખે અથવા સાદા દૂરબીન વડે એકજ ફીલ્ડમાં જોઇ શકાશે.

સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દીશામાં ૩૦ થી ૪૦ મિનિટ સુધી આ નઝારો નરી આંખે જોઈ શકાશે. આ દિવસે ત્રીજના ચંદ્ર પણ આ બંને ગ્રહો ની નજીક માં જ હશે, અને તે પણ નિહાળી શકાશે. તા. ૧૩ મી જુલાઇના રોજ સૂર્યાસ્તનો સમય ૧૯ કલાક આને ૩૭ મિનિટનો રહેશે. જ્યારે સંધ્યા ટાણું ૨૦.વાગ્યાનો બે મિનિટે થશે.

જામનગરના ખગોળ પ્રેમી જનતાએ મંગળવારે શુક્ર ગ્રહ  અને મંગળ ગ્રહના અલૌકિક નજારાને ટેલિસ્કોપના માધ્યમથી જોઈ શકાય તે માટે જામનગરના ખગોળ મંડળના કિરીટભાઈ શાહ (૯૪૨૬૯ ૧૬૬૮૧) તથા અમિતભાઈ વ્યાસ (૯૯૭૮૩ ૨૯૦૮૦) દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનો ખગોળ પ્રેમીઓએ સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS