એનીમલ કોરોના વૈક્સિનના નામે લંડન, મુંબઇ, દિલ્હીની બોગસ કંપનીઓ દ્વારા. 1.35 કરોડનું આંતરરાષ્ટ્રીય ચિંટીંગ: જામનગરના વેપારી શિકાર

  • June 02, 2021 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચિટીંગમાં લંડન, દિલ્હી, મુંબઈ, નાશિક, રાજસ્થાન સહિતના જુદા-જુદા રાજ્યના 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા સનસનાટી: આરોપીઓએ પૂર્વયોજિત કાવતં રચી મોટા નફાની લાલચ આપીને ધૂંબો માર્યો

જામનગરમાં બૉકસાઈટના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી સાથે 1.35 કરોડની છેતરપિંડી થયાંની ફરિયાદ લંડન, દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, નાશિકના 14 શખસો સામે અહીંના સિટી ‘બી’ ડિવિઝનમાં નોંધાવવામાં આવતાં સનસનાટી મચી ગઈ છે. પશુઓની કોરોના વાયરસ વૈક્સિન બનાવવા માટેના મટિરીયલ્સ ઑર્ડર અંગે આરોપીઓએ કારસ્તાન આચયર્નિંુ બહાર આવ્યું છે. લંડનની કંપની એનીમલ વૈક્સિન બનાવવાની હતી અને નાશિકની કંપની દ્વારા રૉ-મટિરીયલ્સ આપવાની વાત થઈ હતી. એક-બીજા આરોપીઓએ મિલાપી કરી જામનગરના વેપારીને મટિરીયલ્સ નહીં મોકલી કરોડોનો ધૂંબો માર્યો છે. આંતરારાષ્ટ્રીય ચિટીંગ બહાર આવતાં સનસનાટી મચી ગઈ છે, ફરિયાદના આધારે જામનગર પોલીસ દ્વારા જુદી-જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ જામનગરના પેલેસ રોડ ખાતે રહેતાં મનોજકુમાર શાહ નામના ફરિયાદીને ચોક્કસ ટાર્ગેટ કરી ફરીયાદીના મોબાઇલ નંબર કોઇપણ રીતે મેળવી ફરીયાદી સાથે છેતરપીંડી કરવાના ઇરાદે ટ્રેસી મુરફીએ ફરીને વ્હૉટ્સએપ પર બીઝનેસ કરવા માટે મેસેજ કરી વિશ્ર્વાસમાં લઇ સાયકોવિક-એચ-50 લે-વેચ બાબતે જણાવી તેમાં મોટો નફો મળશે તેમ સમજાવી આ મટીરીયલ્સ એમ.બી. શમર્િ એન્ટ્રરપ્રાઇઝ નાસીકમા મળશે તેમ જણાવી કોન્ટેકટ પર્સન વિના શમર્નિા નંબર આપતા ફરિયાદીએ તેમની સાથે વાતચિત કરતા 50 મટીરીયલ્સ મોકલી આપવાનું જણાવતા ટ્રેસી મુરફીએ ડેવીડ હીલેરી ડાયરેકટર (સી.ઇ.ઓ.) એસીનો ફામર્િ કયુટીકલ કંપની લંડનનો મો.+447520633525 સંપર્ક કરાવી તેઓએ પોતાના પ્રતિનિધિ સોફીયા કેનેડીને તા.31.3.21ના રોજ ફરિયાદીની ઓફીસે આવી એમ.બી. શમર્િ એન્ટ્રરપ્રાઇઝમાથી આવેલ મટીરીયલ્સનુ સેમ્પલ લેવડાવી આ સેમ્પલ યોગ્ય હોવાનુ જણાવી ડેવીડ હીલેરી ડાયરેકટર (સી.ઇ.ઓ.) એસીનો ફામર્િ કયુટીકલ કંપનીએ ફરી સાથે ખોટો પરચેઝ ઓર્ડર તૈયાર મેઇલ દ્રારા મોકલી 100 લીટર મટીરીયલ્સ ખરીદવાનું જણાવી ફરીને વિશ્ર્વાસમા લેતાં ફરિયાદી  મનોજભાઈએ એમ.બી. શમર્િ એન્ટ્રરપ્રાઇઝમાં ઉપરોકત ઓર્ડર નોંધાવતા જેના 50% એડવાન્સ પેમેન્ટ આપવાનું જણાવી પોતાના મળતીયાઓ એમ.એચ.એન્ટરપ્રાઇઝ (રે.સી-25 જીવન જયોત સહકારી સંઘ ટ્રાન્સીટ કેમ્પ ધારાવી મુંબઇ મહારાષ્ટ્ર મો-91877797737) તથા વાયરલેસ એન્ટરપ્રાઇઝ (રે.કિષ્ના પાટીલ ચાલ દત મંદિર રોડ, વાડા દુગર્િ માતા મંદિર સાંતાક્રુઝ ઇસ્ટ મુંબઇ) મીડીયાવાલા (રે.ફલેટ નં-101 ડી-બ્લોક વેનીસ એપાર્ટમેન્ટ મીરાનગર ભવાના ઉદયપૂર (રાજસ્થાન) ઓફીસ-118 ચેતક સર્કલ આશિષ પેલેસની બાજુમા ચેતક માર્ગ ઉદયપૂર, રાજસ્થાન) તથા શીવા એન્ટરપ્રાઇઝ (રે.18/26 રતીયા માર્ગ જાગૃતી પબ્લિક સ્કૂલની બાજુમાં સંગમ વિહાર સાઉથ દિલ્હી મો.+918376010244) તથા મુંગેશ યાદવ (રે.રૂમ નં-106 ફુલપાડા રોડ ગાંધી ચોક વિરાર ઇસ્ટ મુંબઇ) તથા કુણાલ વમર્િ (રે.વિનાયક નગર ટીન ડોંગરી એમ.જી.રોડ ગોરેગાવ વેસ્ટ મુંબઇ) તથા અઝહર કરીમ (રે.468/એ/404 કોહીનુર એપાર્ટમેન્ટ સ્ટેશન રોડ જોગેશ્ર્વરી વેસ્ટ મુંબઇ તથા નવીનશંકર શમર્)િ વાળાઓના અલગ-અલગ બેન્કોના ખાતા નંબર આપી તેમા એડવાન્સ પેમેન્ટ જમા કરાવવાનુ જણવતા ફરીએ 1,33,25000 જમા કરાવતા એમ.બી. શમર્િ એન્ટ્રરપ્રાઇઝના વિના શમર્એિ ટ્રાન્સપોટેશનના જનક એ. પટેલના ખાતામા રૂા.100000 જમા કરાવવાનુ કહેતા તેમા પૈસા જમા કરાવતા કમ્બલે યાદવ મો.917208452028 વાળાએ કરંજલી ચેકપોસ્ટ ખાતે માલ પકડાઇ ગયેલ છે તેમ જણાવ્યું હતું.

અને વધુ દસ લાખ મોકલવા જણાવતા ફરીએ રૂ-150000 જમા કરાવતા આરોપીઓ કોઇ મટીરીયલ્સ નહી મોકલાવી રૂ-13575000 જેટલી રકમ ફરીયાદી પાસેથી પચાવી પાડી તેમજ સમજુતી મુજબનો માલ નહીં આપી વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી ગુન્હો  કલમ-406,420,120(બી) તથા આઇ.ટી.એકટ કલમ-66ડી મુજબ કર્યો હતો.

જામનગરના પેલેસ રોડ, સ્નેહદીપ એપાર્ટમેન્ટ, ત્રીજા માળે, ફલેટ નં.1 ખાતે રહેતાં બૉકસાઈટના ધંધાર્થી મનોજકુમાર ધનવન્તરાય શાહ દ્વારા ઉપરોકત વિગતોના આધારે આરોપીઓ ટ્રેસી મુરફી (રે.67 તલબોટ સ્ટ્રીટ, નોટીંગહામ એનજી-1-5 જી.વી. યુનાઇટેડ કિંગ્ડમ મો.+447404890050),  ડેવીડ હીલેરી ડાયરેકટર (સી.ઇ.ઓ.) એસીનો ફામર્િ કયુટીકલ કંપની મો.+447520633525),  સોફીયા કેનેડી મો.919892517962 તથા એમ.બી. શમર્િ એન્ટ્રરપ્રાઇઝ કોન્ટેકટ પ્રો.વિના શમર્િ (રે.પ્લોટ નં-6 સાતપૂર એમ.આઇ.ડી.સી.સાતપૂર કોલોની નાસીક મહારાષ્ટ્ર મો.+919156892618), એમ.એચ.એન્ટરપ્રાઇઝ (રે.સી-25 જીવન જયોત સહકારી સંઘ ટ્રાન્સીટ કેમ્પ ધારાવી મુંબઇ મહારાષ્ટ્ર મો.91877797737), વાયરલેસ એન્ટરપ્રાઇઝ (રે.કિષ્ના પાટીલ ચાલ દત મંદિર રોડ વાડા દુગર્િ માતા મંદિર સાંતાક્રુઝ ઇસ્ટ મુંબઇ), મીડીયાવાલા (રે.ફલેટ નં-101 ડી-બ્લોક વેનીસ એપાર્ટમેન્ટ મીરાનગર ભવાના ઉદયપૂર (રાજસ્થાન) ઓફીસ-118 ચેતક સર્કલ આશિષ પેલેસની બાજુમા ચેતક માર્ગ ઉદયપૂર (રાજસ્થાન), શીવા એન્ટરપ્રાઇઝ (રે.18/26 રતીયા માર્ગ જાગ્રુતી પબ્લીક સ્કુલની બાજુમા સંગમ વિહાર સાઉથ દિલ્હી મો+918376010244), મુંગેશ યાદવ (રે.રૂમ નં-106 ફુલપાડા રોડ ગાંધી ચોક વિરાર ઇસ્ટ મુંબઇ), કુણાલ વમર્િ (રે.વિનાયક નગર ટીન ડોંગરી એમ.જી.રોડ ગોરેગાવ વેસ્ટ મુંબઇ), અઝહર કરીમ (રે.468/એ/404 કોહીનુર એપાર્ટમેન્ટ સ્ટેશન રોડ જોગેશ્ર્વરી વેસ્ટ મુંબઇ), નવીનશંકર શમર્,િ જનક એ. પટેલ તથા કમ્બલે યાદવ (મો. 917208452028)ની સામે ફરિયાદ કરવામાં આવી છે.

આ નવતર પ્રકારના આંતરરાષ્ટ્રીય ચિટીંગની વધુમાં મળેલી વિગતો મુજબ જામનગરના બૉકસાઈટના વ્યવસાય સાથે સંકળાયેલા મનોજભાઈ શાહ માધવી એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવે છે, ઉકત આરોપીઓએ કાવતરું રચીને પશુઓ માટેની કોરોના વૈકિસન બનાવવાના મટિરીયલ સપ્લાયના ધંધામાં જંગી નફો હોવાની વાત કરી હતી. લડંનની કંપનીએ એનીમલ કોરોના વૈક્સિન બનાવવાની તૈયારી દશર્વિીને આ માટેના મટિરીયલ્સ માટે સંપર્ક કર્યો હતો. આથી નાશિકની કંપની પાસે રૉ-મટિરીયલ્સ સપ્લાયની વાત થઈ હતી અને નાશિકની કંપની લંડનની કંપનીને મટિરીયલ્સ મોકલે એ પછી લંડનની કંપની દ્વારા પશુઓ માટેની કોરોના વૈક્સિન બનાવશે. આવી આખી વાતચીત કરાઈ હતી અને જામનગરના વેપારીને એક બીજી કંપની અને શખસોએ મિલીપી દ્વારા મટિરીયલ્સ નહંીં મોકલીને ચિટીંગ કર્યું હતું.

આ ફરિયાદના આધારે સિટી ‘બી’ પીઆઈ કે.જે.ભોયે તથા સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ બનાવ ગત્ તા.17.3.21ના રોજ સાંજના સુમારે જામનગરની મહાવીર સોસાયટી ખાતે આવેલ મનોજભાઈની ઑફિસે બન્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આરોપીઓ દ્વારા પૂર્વઆયોજિત કાવતં કરી ચોક્કસ ટાર્ગેટ રાખીને એક-બીજાઓએ મેઈલ દ્વારા ઑર્ડર નોંધાવી પૈસા જમા કરાવીને કુલ 1.35 કરોડની છેતરપિંડી કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)