આસામમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આ જોતાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે આસામના સાધારુમાં ચાના બગીચાના મજ્રુરો સાથે ચા પત્તા તોડ્યા હતા. કોંગ્રેસે પણ તેના ઘણા ફોટો તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા છે. પ્રિયંકા ગાંધીના આસામ પ્રવાસનો આ બીજો દિવસ છે.
Smt. @priyankagandhi joins tea workers at Sadhuru tea garden and tries her hand at plucking tea leaves. pic.twitter.com/3qFtbGkESF
— Congress (@INCIndia) March 2, 2021
ચૂંટણીના પ્રચાર માટે આવેલી પ્રિયંકા ગાંધીએ આજે સદરુ ટી એસ્ટેટમાં મહિલા મજૂરો સાથે વાતચીત પણ કરી હતી. તે તેજપુરના મહાભૈરવ મંદિરમાં પણ પ્રાર્થના કરશે અને બાદમાં એક સભાને સંબોધન કરશે. સૂત્રો કહે છે કે, પ્રિયંકા ગાંધી કેરળ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળની પણ યાત્રા કરશે.
આ અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આસામની મુલાકાત લીધી હતી અને એક રેલીને સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) કોંગ્રેસ પાર્ટીના મુખ્ય એજન્ડા તરીકેની રૂપરેખામાં આવશે.
આસામની 126 બેઠકો માટે 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલના રોજ ત્રણ તબક્કામાં મતદાન થશે. ચૂંટણીના પરિણામો 2 મેના રોજ જાહેર કરવામાં આવશે. હાલમાં એનડીએ સરકાર છે અને સર્વાનંદ સોનોવાલ મુખ્યમંત્રી છે. ગત ચૂંટણીમાં ભાજપે 89 બેઠકો પર લડ્યા હતા અને 60 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationઆપણે ઘણું કરવામાં અસફળ થઇ રહ્યા છીએ, આપણી હેલ્થકેર સિસ્ટમ પણ અસફળ : સોનું સુદ
April 21, 2021 11:17 AMરેમડેસિવીર થશે સસ્તા: સરકારે આયાત ડ્યુટી હટાવી
April 21, 2021 11:13 AMપ્રવાસી મજૂરોની સહાય માટે કેન્દ્ર સરકારના 20 કંટ્રોલરૂમ
April 21, 2021 11:10 AMશિખર ધવનની શાનદાર બેટિંગથી દિલ્હીએ મુંબઈને 6 વિકેટે હરાવ્યું
April 21, 2021 10:56 AMRam Navami 2021 : રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને આપી રામનોમની શુભેચ્છા
April 21, 2021 10:52 AM