મહિલાઓ ની મદદ માટે સતત રાત-દિવસ કાયેરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે.
૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી કિશોરી મોરબી લાલપર ગામે રોડ પર બે કલાક થી આમ તેમ આંટા ફેરા કરે છે તેમજ મૂંઝાયેલી છે. પુછપરછ કરી પરંતુ કિશોરી કાંઈ પણ કહેતી નથી અને ખૂબ જ રડે છે. કોલના પગલે મોરબી ૧૮૧ની ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ રીટાબેન પરમાર તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચ્યા હતાં અને સાંત્વના આપી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ કિશોરી નું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે તેમને એક મધ્યમ પ્રદેશ ના એક પુરુષ સાથે છેલ્લા બે મહિનાથી પ્રેમ સંબંધ છે તે પુરુષ કિશોરી ને ફોન કરીને મધ્ય પ્રદેશ મળવા માટે બોલાવતા હોય કિશોરી તેમની બહેનપણી ના ફોન માંથી તે યુવક સાથે વાતચીત કરતી હોય કિશોરી પાસે ફોન ના હોય તેથી ક્યાં જવું, શું કરવું, કેવી રીતે જવું, ક્યાંથી જવું,બસ કેવી રીતે મળશે અનેક પ્રકારના પ્રશ્ર્નોથી કિશોરી મુજાયેલી હાલતમાં હતી. ત્યારબાદ ૧૮૧ ટીમે કિશોરીને મધ્ય રાત્રિએ આવી રીતના ક્યારેય પણ ઘરેથી નીકળી ન જવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી.
ત્યારબાદ તેમના માતા પિતાનું સરનામું પુછેલ અને તેમના પરિવારનો કોન્ટેક્ટ નંબર અને ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા પિતા સાથે વાતચીત કરેલ અને તેમના ઘરે જતા પરિવારે જણાવેલ કે આજથી એક મહિના પહેલાં તે યુવક સાથે ફોનમાં વાત કરતી હોય તેવી ખબર પડી તે દિવસ થી ફોન આપતા નથી તેથી ઘરમાં બધા સાથે ગેરવર્તન કરે છે અને તેની બહેનપણીના ફોનમાંથી વાત કરે છે તેમના પરિવારે જણાવેલ કે અમારી જાણબહાર તેમની દિકરી ઘરેથી કોઈ ને પણ કહ્યા વગર નીકળી ગયેલ અને અમને ખબર પણ નથી.૧૮૧ ટીમ દ્વારા કિશોરી અને તેમના પરિવારજનોનું કાઉન્સિલિંગ કરી અને કિશોરીને પરિજનોને સોંપી હતી. પરિવાર જનોએ તેમની દિકરી ને સહી સલામત તેમના ઘરે પહોચાડવા બદલ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech