જેતપુર સીટી પોલીસ સ્ટેશને લોકઅપમાં બંધ આરોપીને જૂનાગઢથી મળવા આવેલ તેના ચાર મિત્રોએ પોલીસ સ્ટેશનની બહાર રસ્તામાં નડતરરૂપ થાય તે કાર રાખી આરોપીને મળવા ન દેતા જાહેર રોડ ઉપર ગાળા ગાળી કરી જાહેર સુલેહ શાંન્તીનો ભંગ કરી, લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાનો ગુન્હો નોંધાયો હતો.
સીટી પોલીસના લોકઅપમાં રહેલ એક આરોપીને જૂનાગઢથી જીતેન્દ્ર સોંદરવા, પરેશ ઉર્ફે જાડો સોંદરવા, મીત સોંદરવા, રહે. ત્રણેય જુનાગઢ અને માનવ ગોહેલ, રહે. વાવડી ગામવાળા મળવા આવેલ હતાં. પરંતુ ફરજ પરના પીએસઓ તેઓને મળવા આપ્યા ન હતાં. જેથી આ ચારેય શખ્સોએ સીટી પોલીસ સ્ટેશનના ગેઇટ પાસે જાહેર રોડ ઉપર પોતાની કાર રાહદારીને અડચણ થાય તે રીતે રાખીને જોરશોરથી ગાળાગાળી કરતા હતાં. ત્યારે સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાંથી આવતા આ ચાર શખ્સોને અત્યારે મળી ન શકાય તે અંગે સમજાવ્યા હતા. પરંતુ તેઓ લોકઅપમાં રહેલ આરોપીને મળવાની ખોટી જીદ કરેલ અને અડધા કલાક સુધી પોલીસ સ્ટેશનના મુખ્ય ગેઇટની સામે પોતાની ફોર વ્હીલ કાર રાહદારીને અડચણરૂપ મુકી, જાહેરમાં અસભ્ય વર્તન ચાલુ રાખેલ. જેથી પોલીસ જરૂરી ફોર્સ બોલાવી આ ચારેય શખ્સો વિરુદ્ધ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પોલીસે SEE વ્હીલ કાર્યક્રમ અંતર્ગત દરિયામાં મોકડ્રીલ યોજી
November 23, 2024 01:05 PMધનશ્રી વર્મા ફિલ્મમાં ડેબ્યૂ કરવા તૈયાર
November 23, 2024 12:43 PMપતિ પત્ની ઔર વો 2માં રવિના ટંડનની એન્ટ્રી
November 23, 2024 12:41 PMઅભિષેકની ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક' બોક્સ ઓફિસ પર ચુપ
November 23, 2024 12:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech