2019 ની લોકસભાની ચૂંટણીમાં રપ અપક્ષ ઉમેદવારોએ મેળવ્યા માત્ર પાંચ ટકા મત એટલે કે 47999: ચૂંટણી લડવાના સપનો સેવતા એક ઉમેદવારને 396 મત: તમામ અપક્ષ ઉમેદવારોની ડીપોઝીટ થઇ ડૂલ: બસપાનો ઉમેદવાર માત્ર 8795 મત મેળવી શક્યતા: ભાજપના ઉમેદવારે સૌથી વધુ પ91પ88 અને કોંગ્રેસના ઉમેદવારે મેળવ્યા 3પ4784 મત: 6183 મત પોસ્ટલમાં આવ્યા
ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તો સમજી શકાય, વિધાનસભાની ચૂંટણીમાં પણ થોડું ઘણું ઇફેકટીવ માની શકાય, પરંતુ લોકસભાની ચૂંટણી જેવા મહાસંગ્રામમાં કે ભોગોલિક રીતે જે ખૂબ જ મોટા વિસ્તારને કવર કરવું અનિવાર્ય બને તેમાં જે અપક્ષ ઉમેદવારો ઉભા રહે છે, વાસ્તવમાં તેનો કોઇ અર્થ રહેતો નથી, સારી બાબત છે કે આ વખતે જામનગરની બેઠક પર ગત વખતે કરતા અડધા જ અપક્ષો ઉભા છે, સંખ્યા સીમીત છે, પરંતુ ભૂતકાળના આંકડાઓ પર નજર કરીએ તો ઇતિહાસ દશર્વિે છે કે હંમેશા અપક્ષોને જાકારો મળ્યો છે, પરંતુ માત્ર મત તોડવાના ઇરાદા સાથે ઉભા રહેતા અને પોતાના આર્થિક હિત સાધતા આવા અપક્ષોને સંપૂર્ણ જાકારો મળવો જોઇએ એ ખૂબ જરી છે.
1ર-જામનગર લોકસભાની બેઠકમાં આ વખતે ગઇકાલની સ્થિતિ મુજબ 14 ઉમેદવારો મેદાનમાં છે, ગયા વખત કરતાં અડધોઅડધ એટલે કે ર8 ઉમેદવારો મેદાનમાં હતા, તેની સંખ્યા ઘટી ગઇ છે, ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર રહીને ચૂંટણી લડવાના સપના સેવનાર રપ જેટલા અપક્ષ ઉમેદવારોએ 4.80 ટકા એટલે કે 47999 મત ગઇ લોકસભાની ચૂંટણીમાં મેળવ્યા છે, કેટલાક અપક્ષો તેમનું નામ આવે એના માટે ઉભા રહે છે, કેટલાક અપક્ષો ફોર્મની ચકાસણી બાદ અમુક લોકો સાથે સેટીંગ કરીને પાછળથી અન્ય ઉમેદવારને ટેકો આપીને પોતે ચૂંટણીમાંથી ખસી જવાની હરખભેર જાહેરાત કરે છે.
આંકડાવાઇસ જોઇએ તો ર019 ની ચૂંટણીમાં કુલ 6183 મતો પોસ્ટલથી આવ્યા હતા, 76-કાલાવડમાં 129843, 77-જામનગર રલમાં 150843, 78-જામનગર નોર્થમાં 146147, 79-જામનગર સાઉથમાં 135317, 80-જામજોધપુરમાં 127154, 81-ખંભાળીયામાં 163555 અને 8ર-દ્વારકા વિધાનસભા વિસ્તારમાં 1પ1293 મતોનું મતદાન થયું હતું, કુલ 101096પ મત આ ચૂંટણીમાં પડ્યા હતા.
આ ચૂંટણી ચક્રવ્યૂહમાં આપણે ર019 માં ભાજપ, કોંગ્રેસ અને બસપાના ઉમેદવારોની વાત લઇએ તો ભાજપના ઉમેદવારને પ91પ88, કોંગ્રેસના ઉમેદવારને 3પ4784, અને બસપાના ઉમેદવારને 879પ મત મળ્યા હતા, એક અપક્ષ ઉમેદવાર 10060 મત મેળવીને થોડી ઘણી ખુદે રાહત મેળવી હતી, પરંતુ અન્ય પક્ષોમાં તો કાંઇ નામોનિશાન ન રહે તેવી સ્થિતિ હતી.
પ000 થી ઓછા મત મેળવનારા રર અપક્ષો રહ્યા હતા, 1000 થી ઓછા માત્ર 14 ઉમેદવારો હતા, જ્યારે પ000 થી 10000 ની વચ્ચે માત્ર ત્રણ અપક્ષ ઉમેદવારો એ થોડું ઘણું કાંઠુ કાઢ્યું હતું, જ્યારે ર000 થી 4000 વચ્ચે ત્રણ અપક્ષોએ મત મેળવ્યા હતા.
રસપ્રદ વાત તો એ છે કે, આ ચૂંટણીમાં 14 જેન્ડર મતદારો છે, આશરે ર9 હજાર જેટલા મતદારો યુવા મતદારો છે, જેનું નામ પ્રથમ વખત ચૂંટણીમાં છે, આશરે 1.પ7 લાખ લોકો ગયા વખત કરતા વધુ કુલ મતદારોમાં છે, એટલે કે આ ચૂંટણીમાં 18 લાખથી વધુ લોકો મતદાન કરી શકશે, જામનગરની બેઠક પરની વાત લઇએ તો ગયા વખતે લોકસભાની ર019 ની ચૂંટણીમાં 16પ6006 મતદારો હતા, આ વખતે 1પ7907 મતદારો વઘ્યા છે અને કુલ મતદારો છેલ્લા સર્વેક્ષણ મુજબ 1813913 થયા છે, જામનગરમાં ગઇ લોકસભાની ચૂંટણીમાં 61.03 ટકા ધીંગુ મતદાન થયું હતું, મોટેભાગે 3પ થી 40 ટકા મતદાન થાય છે, ત્યારે ર014 માં પ7.80, ર009 માં 4પ.88, ર004 માં 40.46, 1999 માં 37.73, 1998 માં પ3.ર3, 1996 માં 3પ.પ7, 1991 માં 47.86 ટકા મતદાન થયું છે, એટલે કે 1991 થી ર019 સુધીની આઠ ચૂંટણીમાં બે વખત જ મતદાનની ટકાવારી 63 ટકાને વધી છે આ પણ એક રસપ્રદ પાસું છે, આગામી દિવસોમાં ચૂંટણી અંગેની વધુ રસપ્રદ વિગતો પણ અમે આપતા રહેશું.
પૂવર્થિમાં આપણે જઇએ તો પ્રથમ લોકસભાના સભ્ય તરીકે હિંમતસિંહજી હતા, જ્યારે એ પછી બોમ્બે બેઠક થયું તેમાં પ7 ના ઉમેદવાર કોંગ્રેસના જયસુખલાલ ગાંધી અને ત્યારબાદ મનુભાઇ શાહ વિજેતા બન્યા હતા.
ભાજપના ઉમેદવારે 2019 ની ચૂંટણીમાં 634070, 77-જામનગર રલમાં 85168, 78-જામનગર નોર્થમાં 96626, 79-જામનગર સાઉથમાં 88935, 80-જામજોધપુરમાં 67600, 81-ખંભાળીયામાં 95473, 82-દ્વારકામાં 90229 થઇને પ91588 મતો મેળવ્યા હતા, જેની સામે કોંગ્રેસની વાત લઇએ તો આ પાર્ટીના ઉમેદવારે 76-કાલાવડમાંથી 58118, 77-જામનગર ગ્રામ્યમાંથી પ3910, 78-જામનગર નોર્થમાં 41572, 79-જામનગર સાઉથમાં 40725, 80-જામજોધપુરમાંથી પ1067, 81-ખંભાળીયામાંથી 57248 અને 82-દ્વારકામાંથી પ0પપ9 થઇને કુલ 3પ4784 મત મેળવ્યા હતા.
આ વખતે પણ 14 ઉમેદવારોમાંથી 11 ઉમેદવારો અપક્ષમાં છે, ગયા વખતે અડધોઅડધ પ0 ટકા કુલ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહ્યા નથી, તે પણ વાસ્તવિકતા છે ત્યારે 7 મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ગયા વખતે તો માત્ર થયેલા મતદાનના 4.80 ટકા મતો મેળવવામાં અપક્ષ સફળ થયા હતા, આ વખતે 11 અપક્ષો થઇને કુલ કેટલા ટકા મત મેળવશે ? તે જોવું રહ્યું...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech