સોશિયલ મીડિયામાં પર યુઝર્સ વધુ લાઇક્સ મેળવવા તેમજ વ્યુ મેળવવા માટે વીડિયો બનાવવામાં આદિન થઇ જાય છે. પરંતુ આ શોખ ક્યારેક તેમનો ભોગ લઇ લે છે. આવી જ એક ઘટના ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મહારાષ્ટ્રમાં એક યુવતી કારમાં બેસીને રીલ બનાવી રહી હતી. 23 વર્ષીય યુવતીનું નામ શ્વેતા સુરવસે છે જે કારની અંદર હતી અને બહારથી યુવક તેનો વીડિયો શુટ કરી રહ્યો હતો. યુવતી બ્રેક લગાવવાનું ભૂલી ગઈ અને બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાવી દીધુ હતુ જેના કારણે તે કાર સાથે 300 ફૂટ ઉંડી ખાઈમાં પડતા તેનું દર્દનાક મોત થયું હતુ.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના સોમવારે બની હતી અને યુવતીની ઓળખ 23 વર્ષીય શ્વેતા સુરવસે તરીકે થઈ છે. રિપોર્ટ અનુસાર જ્યારે અકસ્માત થયો ત્યારે યુવતી ડ્રાઇવિંગ કરતી વખતે વીડિયો શૂટ કરી રહી હતી. સોમવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં યુવતી રિવર્સ ગિયરમાં ગાડી ચલાવી રહી હતી અને ભૂલથી અકસ્માતે એક્સિલરેટર દબાવી દીધું હતું. કાર 300 ફૂટ ઉંડા ખાઇમાં પડતાં યુવતીનું મોત થયું હતું.
રિપોર્ટ અનુસાર, યુવતી કાર ચલાવતી વખતે વીડિયો શૂટ કરી રહી હતી. જ્યારે શ્વેતા સુરવસેનો મિત્ર શિવરાજ મુલે વીડિયો શૂટ કરી રહ્યો હતો ત્યારે તેણે કાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. દુર્ભાગ્યવશ, જ્યારે કાર રિવર્સ ગિયરમાં હતી, ત્યારે તેણે અકસ્માતે એક્સિલરેટર દબાવી દીધું. જેના કારણે કાર પાછળની તરફ સરકી હતી અને ક્રેશ બેરિયર તોડીને ખાડામાં પડી હતી.
જ્યાં કાર ખાડામાં પડી હતી તે સ્થળે પહોંચવામાં બચાવકર્મીઓને એક કલાકથી વધુ સમય લાગ્યો હતો. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ યુવતીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech