જીલ્લામાં કોરોના અંતીમ ચરણમાં : ચાર મોત

  • June 16, 2021 01:29 PM 

કુલ મૃત્યુઆંક 4565 : કુલ પોઝીટીવ કેસ 34444 : ડીસ્ચાર્જ 18 - જામનગર શહેરમાં 6 અને ગ્રામ્યમાં માત્ર 3 કેસ નોંધાયા : કોવિડ હોસ્પીટલમાં 135 દર્દીઓ સારવાર હેઠળ :મ્યુકોમાઇકોસીસના કેસોમાં પણ ઘટાડો : જીલ્લામાં કોરોના અંતીમ ચરણમાં : કોરોનાની ત્રીજી લહેર આવે તો તંત્રની તડામાર તૈયારી

જામનગર સહિત સમગ્ર જીલ્લમાં કોરોના હવે અંતીમ તબકકામાં આવી ગયો છે, ફરીથી જીલ્લાના કોરોના પોઝીટીવના કેસો સિંગલ ડીજીટમાં આવ્યા છે એ ખુબ જ સારી નિશાની કહી શકાય, ગઇકાલે જામનગર શહેરમાં 6 અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 3 પોઝીટીવ દર્દીઓ નોંધાતા તંત્રને પણ હવે રાહત થઇ છે, કોવિડ હોસ્પીટલમાં 135 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જીલ્લામાં જો કોરોનાની ત્રીજી લહેર આવે તો કેવા પગલા લેવા તે અંગે સરકારની સુચના બાદ તંત્ર જોરદાર તૈયારીમાં પડી ગયું છે, બીજી તરફ મ્યુકોમાઇકોસીસના કેસો પણ ઘટી ગયા છે જેથી ડોકટરોમાં પણ રાહતની લાગણી જન્મી છે, એક સમય એવો હતો કે કોવિડ હોસ્પીટલમાં 2000 થી વધુ દર્દીઓ કોરોનાથી પીડાતા હતા અને દરરોજ 120 થી 125 લોકોના મૃત્યુ થતા હતા, પરંતુ હવે કોરોનાનો કાળ પૂર્ણ થવાની તૈયારીમાં છે તેથી જામનગરવાસીઓમાં પણ રાહતની લાગણી જન્મી છે.

જાણવા મળતી માહીતી મુજબ જામનગર શહેરમાં ગઇકાલે 1174 લોકોના ટેસ્ટીંગ કરાયા હતા જેમાં માત્ર 6 દર્દીના રીપોર્ટ પોઝીટીવ નીકળ્યા હતા એવી જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં 736 લોકોના ટેસ્ટીંગ કરાયા હતા જેમાં માત્ર 3 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા, શહેરમાં 12 અને ગ્રામ્યમાં 6 દર્દીઓ ડીસ્ચાર્જ થયા હતા.

અત્યાર સુધીમાં શહેરી વિસ્તારમાં 408343 લોકોના ટેસ્ટ થયા હતા, ગઇકાલે કોઇપણ મૃત્યુ નોંધાયુ નથી, એવી જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં 297966 લોકોના ટેસ્ટીંગ કરાયા હતા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોઇ મોત તંત્ર દ્વારા દશર્વિાયુ નથી. કોવિડ હોસ્પીટલમાં 135 જેટલા દર્દીઓ દાખલ હોવાનું જાણવા મળ્યું છે મૃત્યુ આંક સાવ ઘટી ગયો છે, એટલું જ નહીં કોરોનાની સાથે રહેલો મ્યુકમાઇકોસીસનો રોગ પણ ધીરે ધીરે ઘટતો જાય છે, દરરોજ નાની મોટી સર્જરીઓ થયા કરે છે પરંતુ પહેલા કરતા દર્દીઓની સંખ્યા ચોકકસપણે ઘટી ગઇ છે.

જીલ્લામાં કોરોના હવે સીંગલ ડીજીટમાં આવી ગયો છે ત્યારે ડોકટરોને પણ સારી રાહત થઇ છે, ધીરે ધીરે ધંધા-રોજગાર પણ ખુલી ગયા છે અને લોકોની રોજગારી પણ શ થઇ છે, હજુ સુધીમાં 34444 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે, અત્યાર સુધીમાં કુલ મૃત્યુ 4565 ઉપર પહોંચી ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS