કોર્ટમાં આરોપીએ કહ્યું મને ફાંસી આપી દો જજ બોલ્યા ‘તથાસ્તુ!’

  • September 05, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશના હોશંગાબાદની જિલ્લામાં એક કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જજ પોતાનો ચુકાદો આપવાના હતા. આ પહેલા તેણે આરોપીને પૂછ્યું કે શું તે કંઈક કહેવા માંગે છે? આરોપીએ કહ્યું કે તેને ફાંસી આપી દેવી જોઈએ.


હોશંગાબાદના શોભાપુર શહેરમાં 25 ડિસેમ્બર 2021ના રોજ બનેલી આ ઘટનાની સુનાવણી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એસકે ચૌબે કરી રહ્યા હતા. આરોપીએ 5 વર્ષની સગીર બાળકીને ઘરના ટેરેસ પર લઈ જઈને આ દુષ્કર્મ આચર્યું હતું અને પકડાઈ જવાના ડરથી તેણે તેનું ગળું દબાવી હત્યા કરી હતી. તે સમયે પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો, પરંતુ આ મામલે તપાસ કરતાં આખરે પોલીસે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કર્યો હતો. આરોપી કિશન ઉર્ફે ચિન્નુ માછીયા મૃતક યુવતીના મામાનો પુત્ર છે.


આરોપીએ પોતે જ ફાંસી આપવાનું કહ્યું

દોષિત ઠેરવ્યા બાદ જજ બુધવારે આરોપીને સજા સંભળાવવા જઈ રહ્યા હતા. આ માટે આરોપીને જજ સામે લાવવામાં આવ્યો હતો. જજે આરોપીને પૂછ્યું કે શું તે ચુકાદા પહેલા કંઈ કહેવા માંગે છે. તેના જવાબમાં આરોપીએ કહ્યું કે તેને ફાંસી થવી જોઈએ. આ સાંભળ્યા બાદ એડીજે એસકે ચૌબેએ કોર્ટમાં  કિષ્કિંધા કાંડની ચોપાઈ સંભળાવતા કહ્યું કે 'અનુજ બધુ ભગિની સુત નારી' સુન સઠ કન્યા સમ એ ચારી. ઇન્હહિ કુદ્ર્સ્તી જોઈ, તાકી બધે કછુ પાપ ન કોઈ. કહ્યું કે તને તો ફાસીની સજા પણ ઓછી છે. જો એનાથી કોઈ મોટી સજા હોય તો એની સજા થવી જોઈએ.


કોર્ટે રેર ઓફ ધ રેરેસ્ટ કેસ ગણાવ્યો

પોતાનો નિર્ણય લખતી વખતે તેમણે કહ્યું કે એક નિર્દોષ બાળકી પર બળાત્કારએ હૃદય કંપાવનારી ઘટનાઓમાંની સૌથી દુર્લભ ઘટના છે. આમાં પણ પિતરાઈ બહેન પર બળાત્કાર વધુ જઘન્ય બની જાય છે. કોર્ટના આ નિર્ણય પર ત્યાં હાજર દરેક વ્યક્તિએ ખુશી વ્યક્ત કરી હતી. આ ઘટના ની તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું કહ્યું કે, મામલો જેટલો ગંભીર હતો, કોર્ટે તેને એટલી જ ગંભીરતાથી સાંભળ્યો હતો અને અંતે નિર્ણય આપ્યો હતો. તેમણે કહ્યું કે જે માસૂમ બાળકી સાથે આ ઘટના બની છે તેણે હજુ સુધી દુનિયા જોઈ પણ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application