રાજકોટમાં યુવાવયે હાર્ટએટેકથી મોતનો સિલસિલો ફરી શરૂ થયો છે, ગત રાત્રીના 11 થી 3 વાગ્યા દરમિયાન ચાર યુવાનના હૃદય થઁભી ગયા હતા. ચુનારાવાડમાં 38 વર્ષીય યુવક બાથરૂમમાં બેભાન થઇ ઢળી પડતા, મનહરપુરમાં 35 વર્ષીય યુવકનું બેભાન હાલતમાં જયારે અમદાવાદથી મિત્રો સાથે ગ્રીનલીફ હોટેલમાં ઓર્કેસ્ટ્રા પાર્ટીમાં આવેલા 45 વર્ષીય યુવકનું અને નવી પપૈયા વાડીમાં 47 વર્ષીય શેર બ્રોકર યુવકનું હાર્ટ થંભી જતા મૃત્યુ થયાનું નોંધાયું છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના દૂધ ડેરી રોડ પર શિવાજીનગર શેરી નં-12 રહેતા મુકેશભાઈ નરશીભાઈ સોલંકી (ઉ.વ.38) નામના યુવક રાત્રીના જાગીને બાથરૂમ જતા બાથરૂમમાં જ બેભાન થઇ ઢળી પડતા પરિવારજનો દોડી ગયા અને તાકીદે 108 મારફતે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક મજૂરી કામ કરતા હતા અને ત્રણ ભાઈ એક બહેનમાં બીજા નંબરે હતા. સંતાનમાં ચાર દીકરી છે. પરિવારના કહેવા મુજબ અગાઉ એક હાર્ટ અટેક આવી ગયો હતો. રાત્રીના બાથરૂમમાં જતા વધુ એક હાર્ટ અટેક આવી જતા બેભાન થઇ પડી ગયા હતા. બનાવ અંગે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
બીજા બનાવમાં જામનગર રોડ પર દ્વારકાધીશ પંપ્ની સામે મનહરપુમાં રહેતા જયદેવ જીતેન્દ્રભાઈ તલસાણીયા (ઉ.વ.35) નામના યુવક ઘરે હતા ત્યારે રાત્રે સાડા અગ્યારેક વાગ્યે બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે જરૂરી કાગળો કયર્િ હતા.
ત્રીજા બનાવામાં અમદાવાદના ઇશનપુરમાં રહેતા ગોપાલભાઈ કયુરજી ખટીક (ઉ.વ.45)નામના યુવક રાત્રે દશેક વાગ્યાના અરસામાં જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક આવેલી ગ્રીન લિફ્ટ હોટેલમાં હતા ત્યારે અચાનક પડી જતા મોઢાના ભાગે ઇજા થવાથી પ્રથમ નજીકની ડો.મયુર જાદવની હોસ્પિટલ એ અને ત્યાંથી સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દેતા સાથે મિત્રોમાં ગમગીની છવાઈ હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મિત્રોના કહેવા મુજબ યુવકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે, ગ્રીનલીફ હોટેલમાં ઇવેન્ટ હોવાથી અમદાવાદથી ઓર્કેસ્ટ્રા પાર્ટી આવી હતી તેમાં ડ્રમ વગાડતા મિત્ર સાથે યુવક આવ્યા હતા. તેને અટેક આવી ગયાનું જણાવ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
ચોથા બનાવમાં ગોકુલધામ રોડ પર બજાજ શો રૂમની પાછળ નવી પપૈયા વાડી શેરી નં-3માં રહેતા મિલન જેન્તીભાઇ રાઠોડ (ઉ.વ.47) નામના યુવક રાત્રીના આગ્યારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક યુવક બે ભાઇમાં મોટા હતા અને સંતાનમાં એક દીકરો છે, પોતે શેર બ્રોકરનું કામ કરતા હતા. અટેક આવી ગયાનું પરિવારે જણાવ્યું હતું. બનાવ અંગે માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.
કિડની-લીવરની બીમારીથી યુવકનું મોત
કાલાવડ રોડ પર મુંજકા નજીક પરિશ્રમ હાઉસિંગ મકાનમાં રહેતા મહેશ શાંતિલાલ મેરિયા (ઉ.વ.33) નામનો યુવક રાત્રીના બારેક વાગ્યે ઘરે હતો ત્યારે બેભાન થઇ જતા સિવિલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રીક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બે ભાઈ એક બહેનમાં નેનો હતો. યુવકને કિડની અને લીવરની બીમારી હોવાનું પરિવારે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારનો શહેરી વિકાસને વેગ: 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન, 467.5 કરોડની વધારાની ગ્રાન્ટ
March 10, 2025 09:59 PMબ્રિટનમાં મોટો અકસ્માત: તેલ ટેન્કર અને માલવાહક જહાજ વચ્ચે ટક્કર, 32 લોકોના મોત
March 10, 2025 09:54 PMછત્તીસગઢમાં ED ટીમ પર હુમલો, ભૂપેશ બઘેલના ઘરમાંથી બહાર નીકળતાની સાથે જ લોકોએ કર્યો હુમલો
March 10, 2025 09:31 PMIIFA Award: 'લાપતા લેડીઝ'નો દબદબો, ગુજરાતના કલાકારોને મળ્યા ત્રણ એવોર્ડ
March 10, 2025 09:30 PMગુલમર્ગમાં ફેશન શોનો વિવાદ: રમઝાનમાં આયોજનથી સ્થાનિકોમાં રોષ, CMએ આપ્યા તપાસના આદેશ
March 10, 2025 09:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech