સુરતમાં શિક્ષિકા અને વિદ્યાર્થી ભાગી જવા મામલે મોટો ખુલાસો થયો છે. 23 વર્ષની શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 23 વર્ષની શિક્ષિકા પાસે ભણતા 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી ગયા હોવાનું સામે આવ્યુ હતું. શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો છે. શિક્ષિકાએ ગર્ભ સગીરનો હોવાનો પણ દાવો કર્યો છે. જેના પગલે હવે પોલીસ DNA કરી બાળક કોનું તે અંગે તપાસ કરશે.
મળતી માહિતી અનુસાર 23 વર્ષની શિક્ષિકા પર 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. શિક્ષિકા અને વિદ્યાર્થી સુરતથી અમદાવાદ ગયા હતા. જે બાદ દિલ્હી,વૃંદાવન અને જયપુર ગયા હતા. જે બાદ શામળાજી બોર્ડરથી પોલીસે શિક્ષિકાને પકડી પાડીને સગીરને મુક્ત કરાવ્યો હતો. જો કે શિક્ષિકા સામે પોક્સો અને યૌનશોષણની કલમ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થાય તેવી શક્યતા છે.
શું હતો સમગ્ર મામલો
સુરતના પુણા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને તેની 23 વર્ષીય ટ્યૂશન-કમ-સ્કૂલ શિક્ષિકા 25 એપ્રિલે બપોરે બે વાગ્યે ભગાવી જવાની ઘટના શહેરમાં ચકચારી બની છે. સાડાચાર દિવસના સતત સર્ચ અને દોડાદોડી વચ્ચે પુણા પોલીસે 30મીએ વહેલી સવારે જયપુરથી અમદાવાદ આવતી ખાનગી બસને રાજસ્થાન બોર્ડર પાસે આંતરી શિક્ષિકાને ઝડપી લઈ વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો હતો.
બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું
પોલીસની તપાસમાં આ બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું હતું. 23 વર્ષીય શિક્ષિકા જે 13 વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગઇ હતી તેની સાથે પ્રેમસંબંધ અને તેની સાથે શરીરસંબંધ પણ બાંધ્યા હોવાનું બહાર આવતાં મામલો ગંભીર બન્યો હતો. શિક્ષિકા વિરુદ્ધ પહેલા જ સગીરના અપહરણને લઇ બી.એન.એસ.ની કલમ 137(2) અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે.
શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌનશોષણની કલમનો પણ ઉમેરો
સાડાચાર દિવસ બાદ આ શિક્ષિકા ઝડપાઇ હતી. શિક્ષિકા અને સગીર વચ્ચે શારીરિક સંબંધ હોવાનું બહાર આવતાં પોલીસે આ શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌનશોષણ બદલ પણ કલમનો ઉમેરો કર્યો હતો. આ શિક્ષિકા વિરુદ્ધ પોક્સોની કલમ 4, 8, 12નો ઉમેરો કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech