રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી કથિત પત્રકારને ડીસીપી ક્રાઇમ દ્વારા મારમારી અમાનવીય કૃત્ય આચર્યાના ગંભીર આક્ષેપોથી વાતાવરણ ભારે ગરમાયું છે. ભોગ બનનાર યુવાન દ્વાર એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે, પોલીસે તેના ગુદા માર્ગે પેટ્રોલ છાંટયુ હતું. જોકે મેડિકલ રિપોર્ટમાં ગુદામાર્ગમાં પેટ્રોલ છાંટયાનું ફલિત ન થતા હવે આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.
અઠવાડિયા પહેલાં એક યુવાન સારવારમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. હોસ્પિટલના બિછાનેથી યુવાને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઉઠાવી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લઈ ગયાં હતા. જ્યાં ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને તેની ટીમે તેના કપડા કાઢી નગ્ન કરી બેફામ મારમાર્યો હતો અને પાઈપ પર લટકાવી ગુદામાર્ગે પેટ્રોલ છાંટયાનો પણ ગંભીર આક્ષેપ લગાવતાં ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણને લઇ રાજકરણ પણ ગરમાયું હતું.
ત્યારે ગઈકાલે આવેલ તબીબી રીપોર્ટથી આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. જેમાં દર્દીએ તા. ૨૮/૦૩/૨૬ બપોરે ૧૨:૦૦ વાગ્યે આપેલ વિગતમાં તેના પર પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને પેરિએનલ વિસ્તાર (ગુદાની આસપાસનો ભાગ) પર પેટ્રોલ છાંટવામાં આવ્યું હતું. જે બાદ તબીબી તપાસમાં ગુદામાર્ગ અથવા મળાશયમાં પેટ્રોલનું ઇન્જેક્શન આપ્યાનો કે અંદર દાખલ થયું નથી તેમજ મળાશયમાંથી રકતસ્ત્રાવના કોઈ પુરાવા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application