આરંભડામાં મન-દુઃખનો ખાર રાખી, યુવાનને મારી નાખવાની ધમકી

  • May 27, 2021 11:22 AM 

મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સાજીદ નિસારભાઈ નારિયા નામના 25 વર્ષીય ભડેલા મુસ્લિમ યુવાને ટાટા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા રાકેશ ધનાભાઈ રોશિયા, મેવાસા ગામના મેરૂભા વાલાભા માણેક, આરંભડાના રહીશ રાજુભા વાઘેર અને વનરાજભા પાલાભા સુમણીયા નામના ચાર શખ્સો સામે બીભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ મીઠાપુર પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આરોપીને ફરિયાદી સાજીદના પાડોશમાં રહેતા અસગર સાથે વાંધો હોય અને ફરિયાદીને ફોનથી કોન્ટેક્ટ કરાવવાનું કહેતા ફરિયાદી દ્વારા અસગરનો સંપર્ક નહીં થતાં આ બાબતનો ખાર રાખી ઉપરોકત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી ઉપરોક્ત બંને પ્રકરણની તપાસ એ.એસ.આઈ. બી.આર. કાગડિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS