૩૧ મોબાઇલ કબ્જે : પેટ્રોલ પંપ, બંધ મકાન અને કેમ્પમાં રાત્રીના હાથફેરો કરતા
જામનગર, રાજકોટ અને દેવભુમી દ્વારકા વિસ્તારોમાંથી છળકપટ કે ચોરી થી મોબાઇલ ફોન સેરવી લેતા તસ્કરોને કુલ ૩૧ નંગ મોબાઇલ ફોન સાથે પોલીસે જામનગર માંથી ઝડપી લીધા છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક જામનગર પ્રેમસુખ ડેલુની સૂચનાથી પોલીસ ઇન્સ. જે.વી ચૌધરીનાં માર્ગ દર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ વી.બી. બરબસીયા તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સીટી-સીના હર્ષદ પરમાર, હોમદેવસિંહ જાડેજા તથા ખીમશીીભાઇને બાતમી રાહે હકીકત મળેલ કે અંધાશ્રમ આવાસ શંકરના મંદિર પાસે અમુક ઇસમો અલગ અલગ મોબાઇલ ફોન ચોરી કે છળકપટ થી મેળવીને ઉભા છે. જે હકીકત આધારે રેઇડ કરવામાં આવી હતી.અને અંધાશ્રમ આવાસ બ્લોક નં. ૯૨માં રહેતો સંજય નાનાજીભાઈ ગોહીલ, આવાસ બ્લોક નં. ૯૦માં રહેતો મયુરભાઇ પ્રકાસભાઇ મહિડા અને ખેતીવાડી પાસે રહેતો મિલન ઉર્ફે કાલી અમરશીભાઇ શેખવા તેમજ એક સગીરને ઝડપી લીધા હતા.અને તેઓ નાં કબ્જા માંથી ૨ લાખ ૯૦ હજાર ની કિંમત નાં ૩૧ નંગ મોબાઇલ ફોન કબ્જે લિધા હતા.
આરોપી ઓ ની પુછપરછ મા તેઓ એ જામનગર થી રાજકોટ અને કાલાવડ થી રાજકોટ હાઇવે ઉપર આવતા પેટ્રોલપંપ અને બંધ મકાન અને ઝુપડામા મોડી રાત્રીના બે આરોપી ઓ મોબાઈલ ચોરી કરતા તે સમયે બાકીનાં આરોપી ૧ અને ૪ નજર રાખતા હતા. તેમજ જામનગરથી દ્વારકા જતા પદયાત્રી જેઓ રાત્રીના કેમ્પમાં રોકાયેલ ત્યાથી પણ ઉપરોકત ચારેયએ મોબાઇલ ફોન ઉઠાંતરી કરી હતી. પોલીસે ચારેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
***
દ્વારકા જિલ્લામાં થયેલી બાઇક ચોરી પ્રકરણમાં આરોપીને દબોચી લેવાયો: એલસીબી પોલીસની કાર્યવાહી
દ્વારકાના મંદિર ચોક વિસ્તારમાંથી તાજેતરમાં થયેલી મોટરસાયકલ ચોરી પ્રકરણમાં એલસીબી પોલીસે હાલ રાજકોટ રહેતા અને મૂળ ખંભાળિયાના શખ્સને ઝડપી લીધો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા એસ.એસ. ચૌહાણ અને એ.એલ. બારસિયાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ રહીશ અને હાલ રાજકોટમાં રૈયા ચોકડી પાસે રહેતા વિજયસિંહ ઉર્ફે કાસમ દિલુભા જાડેજા નામના ૩૭ વર્ષના ઝડપી લેવામાં આવ્યો હતો.
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયેલા આ શખ્સ દ્વારા થોડા સમય પૂર્વે દ્વારકા ઉપરાંત રાજકોટના જુદા જુદા વિસ્તારોમાંથી પણ મોટરસાયકલની ચોરી કરી હોવાની કબુલાત તેણે પોલીસ સમક્ષ આપી હતી. તેની પાસેથી પોલીસે રૂપિયા ૪૫,૦૦૦ ની કિંમતના બે મોટરસાયકલ ઉપરાત એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૪૫,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી જાહેરમાં પાર્કિંગમાં અથવા રોડ પર રહેલા મોટરસાયકલને ડાયરેક્ટ કરી, ચોરી કરવામાં માસ્ટરી ધરાવતો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, આકાશ બારસિયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, સચીનભાઈ નકુમ, પૂરીબેન સરઠીયા તથા નરશીભાઈ સોનગરા દ્વારા કરવામાં આવી હતી.
***
દ્વારકામાં બાઇકની ચોરી
દ્વારકાના આવળપરા વિસ્તારમાં રહેતા પરબતભાઈ આશાભાઈ કરમટા નામના ૨૦ વર્ષના રબારી યુવાનનું રૂ. ૪૦,૦૦૦ ની કિંમતનું મોટરસાયકલ ગત તારીખ ૨૦ ના રોજ સાંજના સમયે દ્વારકાના પૂર્વ દરવાજા પાસેના મંદિર ચોક વિસ્તારમાંથી કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાને ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech