જામનગરમાં ઇન સર્વિસ ડોકટરોની હડતાલ સમેટાઇ

  • June 26, 2021 01:11 PM 

આરોગ્ય મંત્રી નીતીન પટેલે તબીબોને તા. 8 સુધીમાં પડતર પ્રશ્ર્નો ઉકેલવાની આપેલી ખાત્રી: તબીબોની માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

જામનગર શહેર અને જિલ્લાના ઇન સવિસ તબીબો દ્વારા પડતર પ્રશ્ર્નો અને માંગણીઓના ઉકેલ માટે રાજ્યવ્યાપી આંદોલન આરંભ્યું હતું, જેના પગલે અનેક જિલ્લાઓમાં તબીબી સેવાઓ કથળી હતી, આ મુદ્દે તાકીદની અસરથી આરોગ્ય મંત્રી દ્વારા ઇન સર્વિસ તબીબ એસો.ના હોદ્દેદારો સાથે ગઇકાલે એક ખાસ બેઠક યોજવામાં આવી હતી, જેમાં આગામી તા. 8 સુધીમાં પડતર પ્રશ્ર્નોના ઉકેલ લાવવા માટેની ખાત્રી દશર્વિવામાં આવતા તબીબો દ્વારા આજથી આ હડતાલ સમેટી નાખવામાં આવી છે.

જામનગર ઇન સર્વિસ ડોકટર એસો.ના ડોકટર ભુવા, વિકાસ પટેલ સહિતના જી.જી. હોસ્પિટલના 18 તબીબો અને જિલ્લાના 90 થી 100 તબીબો દ્વારા રાજ્યના ઇન સર્વિસ ડોકટર એસો.ના આદેશ અનુસાર હડતાલ પર ઉતયર્િ હતા, જેના પગલે જામનગર જિલ્લામાં અનેક સ્થળો પર તબીબી સારવારમાં ઉણપ જોવા મળી હતી, જેના પગલે દર્દીઓ ભારે હેરાન પરેશાન થઇ ઉઠ્યા હતા, રાજ્યમાં ઇન સર્વિસ તબીબોની હડતાલનો મુદ્દો આરોગ્ય મંત્રી સમક્ષ આવતા તેઓએ એસો. સાથે એક તાકીદની બેઠક યોજી હતી

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતીનભાઇ પટેલે તબીબોના એસો.ના હોદ્દેદારો સાથે યોજેલી બેઠકમાં તબીબોના પ્રશ્ર્નો સાંભળ્યા બાદ તેઓ દ્વારા ઇન સર્વિસ તબીબોના પડતર પ્રશ્ર્નો અને મુદ્દાઓનો આગામી તા. 8 જુલાઇ સુધીમાં ઉકેલવાની ખાત્રી આપવામાં આવતા ઇન સર્વિસ તબીબો દ્વારા આરંભવામાં આવેલી હડતાલને સમેટી લેવામાં આવી હતી. સરકાર દ્વારા જો આગામી તા. 8 જુલાઇ સુધીમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઇન સર્વિસ ડોકટર એસો. માળખાને સંપૂર્ણ રીતે વિખેરી નાખી નવા એસો.ની રચના કરી આ લડતને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ દશર્વિવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS