રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા બહા૨ પાડવામાં આવેલા જાહે૨નામાનું રૂ૨લ પોલીસ કડકપૂર્વક અમલ કરવી રહી છે. જાહેરનામા નો ભંગ ક૨ના૨ સામે ગુન્હા નોંધવાનું શરૂ ર્ક્યુ છે.જિલ્લામાં પોલીસે અલગ અલગ વિસ્તા૨માં મળી વધુ કુલ ૧૬ સામે જાહે૨નામા ભંગ અંગેના ગુન્હા નોંધ્યા છે.રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા નોવેલ કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા કેલકટર રાજકોટ તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામાના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં કડક અમલ કરાવવા માટે આદેશ આપ્યો હતો જેના પગલે જાહેરનામાનો ભંગ કરવા બદલ ૧૬ જેટલા વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે જાહેર જગ્યા તથા ખાનગી સ્થળોએ વધારે સમુહમાં માણસો એકઠા નહીં થવા તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય ની દુકાનો ખુલી નહીં રાખવા તેમજ વ્યવસાય ના સ્થળે સ્વચ્છતા સાથે સેનેટાઈઝર રાખવા આદેશ કર્યો છે.હાલ વર્તમાન પરિસ્થિતિને અનુસંધાને તા. ૧૯/૦૩/૨૦૨૦ થી જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ હોય, તેમ છતા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના લોકડાઉનનો કમલ કરાવવા પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે જાહેરનામાના ભંગ બદલ અલગ અલગ ૧૬ વેપારીઓ વિરુદ્ધ પોલીસે ગુના નોંધાયા હતા જેમાં જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ૧, જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ૩, શાપર પોલીસ સ્ટેશનમાં ૭, ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ૩, કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન માં ૧,અને ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ૨ મળી ૧૬ ગુન્હાઓ નોંધાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PMજામનગર : ૩૮ જેટલી ખાણીપીણીની દુકાનો કરાઈ સીલ
April 15, 2021 07:23 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech