મોરબીમાં મારી બેનને કેમ મારો છો કહી ત્રણ શખસો સાળા-બનેવી પર પાઈપ વડે તૂટી પડયા

  • May 13, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી શહેરના પંચાસર રોડ પર ત્રણ સાળાઓએ બનેવીને રસ્તા વચ્ચે આંતરી મારી બેનને કેમ મારો છો કહીને ગાળો આપી લોખંડપાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી જે બનાવ મામલે પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
​​​​​​​
રહેતા કમલેશભાઈ અરજણભાઈ ડાભીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧ મેં ના રોજ રાત્રીના સવા બારેક વાગ્યે તે બાઈક લઈને કામ પતાવીને ઘરે જતા હોય ત્યાર પંચાસર રોડ પર મામા દેવના મંદિર પાસેઆડા રોડ પર આવતા સામેથી બાઈક લઈને ફરિયાદીના સાળા જયંતીભાઈ નરશીભાઈ કણજરીયા, જગાભાઇ રામજીભાઈ કણજરીયાઅને હસુભાઈ ત્રણેય આવી બાઈક ઉભું રખાવ્યું હતું અને સાળો જયંતી આવીને મારી બેન રુક્ષ્મણીને કેમ વગર વાંકે માર મારેલ છે કહીનેજયંતી , જગા અને હસુંએ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને ગાળો આપવાની ના કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા
જયંતી અને હસુભાઈએ ફરિયાદી કમલેશ ડાભીને પકડી રાખીને જગાએ તેની પાસે રહેલ લોખંડ પાઈપ વડે માથામાં મારી ઈજા કરી હતીમાથામાંથી લોહી નીકળતા નીચે પડી ગયો હતો બાદમાં ત્રણેય ઇસમોએ ઢીકા પાટું માર મારવા લાગ્યા હતા દરમિયાન દેકારો થતાઆજુબાજુના માણસો આવી જતા ત્રણેય ઈસમો નાસી ગયા હતા અને જતા જતા જયંતીભાઈએ કહ્યું કે જો બીજી વખત મારી બહેનને મારમારીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. એ ડીવીઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુતપાસ ચલાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application