દેશના 180 જિલ્લામાં 7 દિવસમાં નથી નોંધાયો એક પણ કેસ

  • May 09, 2021 09:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસની બીજી લહેરથી દેશમાં કોહરામ મચાવી રહી છે. દરરોજ કોરોના દર્દીઓની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. સ્થિતિ એ છે કે છેલ્લા 3 દિવસથી દરરોજ 4 લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દેશના 180 જિલ્લામાંથી રાહતના સમાચાર  આવી રહ્યા છે. 

 

 

એક અઠવાડિયાથી દેશના આ 180 જિલ્લાઓમાં કોઈ નવા કેસ નોંધાયા નથી. એ જ રીતે, 18 જિલ્લામાં 14 દિવસ અને 54 જિલ્લામાં 21 દિવસથી કોઈ નવા કેસ પ્રાપ્ત થયા નથી.

 

 

કોરોના મુદ્દે શનિવારે મંત્રીઓની બેઠક‌ મળી હતી જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશમાં 4,88,861 દર્દીઓ આઈસીયુમાં છે, જ્યારે 1,70,841 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 9,02,291 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. તે જ સમયે દેશમાં 16.73 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid cargo prioritized
  • April 27, 2021