વાવાઝોડાને લઈ સરકાર એકશનમાં, મોડી રાત્રે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ દેવભૂમિદ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે કરી બેઠક

  • June 12, 2023 10:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનું સંકટ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ રાજ્ય સરકાર એલર્ટ બની છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને સતર્ક કરાયા છે. મોડી રાત્રે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી

બિપોરજોય વાવાઝોડાને લઈ દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં વહીવટીતંત્ર કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે. વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ મેળવવા CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને વિવિધ જિલ્લામાં પહોચી જવા આદેશ આપ્યા હતા. જેના પગલે મંત્રીઓ વિવિધ જિલ્લામાં પહોંચ્યા છે.




બિપોરજોય વાવાઝોડાને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક બની છે. મોડી રાત્રે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 4100માંથી 1100 પરિવારોનું સ્થળાંતર કરી દેવાયું છે. બાકીના તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે તેમજ 138 જેટલી સગર્ભા મહિલાઓ માટે હોસ્પિટલોમાં વ્યવસ્થા કરાઈ છે.

આ ઉપરાંત તેમણે કહ્યું કે વાવાઝોડું આવે ત્યારે એકસાથે 30થી 40 લોકો એક જ નંબર પર કોલ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સસ્તા અનાજની સરકારની દુકાનોમાં પર્યાપ્ત સામગ્રી પહોંચાડવામાં આવી છે.




બિપરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠના વિસ્તારોને એલર્ટ રહેવા હવામાન લિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં છે. 15 જૂનની બપોર સુધીમાં વાવાઝોડું ગુજરાતના માંડવીમાં પહોંચી શકે છે.

ગુજરાતની પરિસ્થિતિને લઈને સતત PMOમાં મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તો વાવઝોડાના ખતરાને લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયા આજે ભૂજ જશે. CM ભૂપેન્દ્ર પટેલ પણ સતત અધિકારીઓ પાસેથી વાવાઝોડાની નવીનતમ અપડેટ મેળવી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application