ભર ચોમાસામાં દેવગાણામાં સતત વીજ ધાંધિયાથી રહીશો ત્રાહિમામ

  • August 21, 2024 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  ચોમાસું આવતા જ અનેક સમસ્યાઓ શરૂ થઈ જતી હોય છે. એમાંય ગ્રામ્ય પંથકોમાં તો રોડ-રસ્તા અને વીજળીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી જાય છે. સિહોર તાલુકાના દેવગાણા ગામે છેલ્લા કેટલાક સમયથી વીજધાંધિયા વધી ગયા છે.આથી ભારે બફારામાં લોકોને પરેશાની વેઠવી પડે છે.આથી નિયમિત વિજ પુરવઠો પૂરો પાડવા વિજ તંત્ર સમક્ષ લોકમાંગ ઉઠી છે.
  દેવગાણા ગામ સિહોર તાલુકાનું સૌથી મોટું ગામ છે. આજુબાજુના રબારિકા, ભડલી,અગિયાળી, તરકપાલડી સહિતના ગામોના હટાણાનું કેન્દ્ર છે.બેંક
આવેલી છે.દેવગાણા ગામની વસતી ૧૦થી ૧૨ હજારની છે.પરંતુ આટલા મોટા ગામમાં વારંવાર ના વીજ ધાંધિયાથી આ ગામના રહીશો હેરાન થઈ રહ્યા છે.કોઇ ગ્રાહક બેંકમાં જાય અને વીજ પ્રવાહ ગુલ થયો તો વીજ પુરવઠો પુન: શરૂ ન થાય ત્યાં સુધી તેને લાઇનમાં જ ઊભા રહેવું પડે.
  ચોમાસામાં જીવ-જંતુઓનો ત્રાસ પણ વધુ રહેતો હોય છે.રાત્રિના સમયે મચ્છરોનો ત્રાસ પણ એટલો જ રહેતો હોય છે.મચ્છરોના ત્રાસને કારણે રાત્રિ કેમ પસાર કરવી એ પણ એક યક્ષ પ્રશ્ન બની જાય. અને મોટાભાગે રાત્રિના સમયે જ વીજ પ્રવાહ ગુલ થઇ જાય છે.
  ગ્રામજનો વીજ કચેરીએ ફોન કરે તો ફોન ઊપડે નહીં અને ક્યારેક સતત એંગેજ આવ્યા કરે. આથી ગ્રાહકો ફોન કરવાનું જ બંધ કરી દે.ચોમાસામાં તો લોકોને નિયમિત વીજ પુરવઠો મળી રહે તે અત્યંત આવશ્યક હોય છે.વીજ તંત્ર આ બાબતને ગંભીરતાથી  લે તે જરૂરી છે.દેવગાણા ગામના રહીશોને નિયમિત રીતે વીજ પુરવઠો મળી રહે તે માટે વીજ તંત્ર સત્વરે કોઈ જરૂરી પગલાં લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application