દારૂના ચાર દરોડાઓમાં ૪૪૪ બોટલ સાથે બે ઝડપાયા: બેના નામ ખુલ્યા

  • March 21, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ અને ભકિતનગર પોલીસે દાના અલગ–અલગ ચાર દરોડાઓમાં ૪૪૪ બોટલ દાના જથ્થા સાથે બે શખસોને ઝડપી લીધા હતા. જયારે બે શખસોના નામ ખુલ્યા છે.દાના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.જે.હત્પણ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઈ વાલાભાઈ ડાભી, કોન્સ્ટેબલ વાલજીભાઈ જાડાને મળેલી હકીકતના આધારે ગોંડલ રોડ પર પરફેકટ શોમ પાછળ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાના પાસે સિલ્વર કલરની હોન્ડા સિટી કાર રેઢી પડી હોય તેમાં તપાસ કરતા તેમાંથી ૨૮૮ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પિયા ૧.૧૪ લાખની કિંમતનો દાનું આ જથ્થો અને કાર સહિત ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબજે કરી અહીં દાના જથ્થા સાથે કાર રેઢી મૂકી જનાર શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


જયારે દાના અન્ય એક દરોડામાં ભકિતનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ. સરવૈયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એમ.એન.વસાવા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ વિશાલભાઈ દવેને મળેલી બાતમીના આધારે મહાત્મા ગાંધી સોસાયટી શેરી નંબર ૧૩ ના ખૂણા પાસેથી ગૌતમ શામજીભાઈ મકવાણા (ઉ.વ ૪૨ રહે મહાત્મા ગાંધી સોસાયટી)ને .૩૦,૦૦૦ ની કિંમત ના ૬૦ બોટલ દાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. યારે ભકિતનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા, યોગીરાજસિંહ જાડેજા અને વિશાલભાઈ દવેને મળેલી બાતમીના આધારે જંગલેશ્વર મહેશ્વરી સોસાયટી મેઇન રોડ પર લુહાર વાડીની સામે રહેતા સેજાન ઉર્ફે સેજુ ઈસ્માઈલભાઈ શેખ(ઉ.વ ૧૯) ના મકાનમાંથી પિયા ૩૬,૦૦૦ ની કિંમત નો ૭૨ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો.


ભકિતનગર પોલીસે વધુ એક દરોડામાં હુડકો ચોકડી પાસે માધવ પાકિગ પ્લોટના ગેટ પાસેથી દિપક સાંગાભાઈ આલ(ઉ.વ ૩૨ રહે. આશાપુરાનગર શેરી નંબર ૧૫) ને ૨૪ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો તેની પૂછતાછ કરતા દાનો આ જથ્થો રણુજાનગર શેરી નંબર ૯ માં રહેતા સંજય ભીખુભાઈ સોલંકીએ આપ્યો હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application