ગણોતધારાની જમીનમાં મંજૂરીના મુદત બહારના કિસ્સામાં નવો જંત્રીદર લાગુ પડશે

  • September 15, 2023 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગણોતધારા હેઠળની જમીનમાં જુદા જુદા હેતુઓ માટે પરવાનગી લેવા નિયત સમય મર્યાદા જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ મુદત વધારાના કિસ્સામાં જંત્રી દર કેવી રીતે વસૂલવામાં આવશે તેની જાહેરાત ગુજરાત સરકારના મહેસુલ વિભાગના સંયુકત સચિવ એચ.સી. પટેલ દ્રારા કરવામાં આવી છે.


આ અંગેના એક પરિપત્રમાં જણાવ્યા મુજબ બિનખેતિના હેતુ માટે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા નક્કી થયેલ કાર્યરીતિમાં ૨૧ દિવસમાં પ્રીમિયમની રકમ ભરવામાં ન આવે તો સમગ્ર પ્રકરણ દફતરે કરવાનું રહે છે. કોઈ કિસ્સામાં જો સંબંધિત વ્યકિત અરજી કરે તો અને કલેકટરને કારણો વ્યાજબી જણાય તો મુદતમાં વધારો કરી શકે છે. આ સમયગાળા દરમિયાન જંત્રી દરના ભાવમાં ફેરફાર થાય તો તે મુજબનું પ્રીમિયમ વસૂલવાની જોગવાઈ છે.


ગુણોતધારા હેઠળની જમીનમાં ગણોત નિયમો અને મહેસુલ વિભાગના જુદા જુદા કાયદા અંતર્ગત જુદી જુદી સમય મર્યાદા માટે કલેકટરને સત્તા આપવામાં આવી છે. સમય મર્યાદા બહાર કલેકટર દ્રારા અરજદારોની ઓફલાઈન મુદત વધારાની અરજી અન્વયે સરકારમાં દરખાસ્ત કરવામાં આવતી હોય છે.


સરકારે ૧૫ એપ્રિલ ૨૦૨૩ થી નવા જંત્રી દર લાગુ કર્યા છે અને હવે બિનખેતિની પરવાનગી આપવા માટે મુદત વધારાની દરખાસ્તોમાં પ્રીમિયમની રકમમાં જંત્રી દર લાગુ પાડવામાં આવશે. મુદત વધારાની તમામ દરખાસ્ત મંજૂરીના હત્પકમની તારીખે પ્રવર્તમાન જંત્રી દર મુજબ પ્રીમિયમ વસુલી અથવા તફાવત ની રકમ વસૂલી મુદત વધારો મંજૂર કરવાનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application