વીમા કંપની દ્વારા વીજ અકસ્માતમાં મૃત્યુ અંગેનો રૂ. દસ લાખનો વીમો ન ચુકવતા ક્ધઝયુમર કોર્ટમાં ફરીયાદ

  • July 04, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કેસના ફરીયાદીના ગુજ. પિતા નીતેશપરી કરણપરી ગોસાઇએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં બાકોડીમાં બેંક ખાતું ધરાવતા હતા અને તેમાંથી તેમણે એસ.બી.આઇ. જનરલ ઇન્સ્યુરન્સ પોલીસી રૂ.​​​​​​​. દસ લાખ રિસ્ક કવર કરતી પોલીસી વીમા કંપની પાસેથી તેનુ પ્રીમીયમ રૂ.​​​​​​​ ૫૦૦ વસુલ લઇ સદરહુ પોલીસી નિવમા ક:પની તરફથી ઇસ્યુ કરવામાં આવેલ છે અને તે પોલીસીમાં ફરીયાદીના પિતાના નોમીની તરીકે ફરીયાદી હાર્દિકપરીનું નામ દાખલ કરવામાં આવેલછે. આમ ફરીયાદી વીમા કંપનીના ગ્રાહક છે. અને વીમા કંપની સવા આપનાર છે. આ રીતે ફરીયાદી તથા વીમા કંપની વચ્ચે ગ્રાહક તથા સર્વિસ પાપ્રવાઇડરનો સંબંધ છે. ફરીયાદીના ગુજ. પિતા નીતેશપરી ગોસાઇ ઇલે. મોટરથી સીલાઇ કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેઓને પોલીસીના સમયગાળા દરમ્યાન તા.૨૯-૭-૨૦૨૨ના રોજ સીલાઇ કામ કરતી વખતે ઇલે મોટરથી શોટ લાગતા હોસ્પિટલ દ્વારા તેઓને મૃત જાહેર કરાયેલ.

જે અંગનેા તમામ સારવારના કાગળો કલેઇમ ફોર્મ સાથે ફરીયાદીએ વીમા કંપનીને મોકલી આપવામાં આવેલ. ફરીયાદીના પિતા ગુજ. નીતેશપરી ઇલે. શોક લાગતા મૃતયુ થયેલહ ોવાથી ઇન્સ્યોરન્સ પોલીસીની રકમ અમો નોમીની વારસદાર તરીકે તેમના પુત્રને મળવા હક્કદાર છે. ફરીયાદી દ્વારા વીમા કંપનીને કલેઇમ ફોર્મ ભરી તેની સાથે તમામ જરુરી દસ્તાવેજો રજુ કરી પોલીસી મુજબ
રૂ.​​​​​​​. ૧૦ લાખ નો કલેઇમ રજુ કરેલછે. જેના કલેઇમ નં. ૧૪૭૯૭૦૧ છે. પરંતુ વીમા કંપની દ્વારા તા.૩૦-૧૨-૨૦૨૨ના રોજ સદરહુ કલેઇમ વીમા ધારકનું મૃત્યુ વીજશોકના કારણે થયું હોય તેવો કોઇ દસ્તાવેજલ પુરાવો ન હોય તેવી ખોટી રજુઆત કરી સાચો અને ખરો કલેઇમ રદ કરેલ છે. આ ફરીયાદનું કારણ વીમા કંપની દ્વારા તા.૩૦-૧૨-૨૦૨૨ ના રોજ ફરીયાદીનો સાચો અને ખરો કલેઇમ ખોટો અને મનઘડત મનસ્વી નિર્ણય કરી અને કેઇલ કલોઝ કરેલછે ત્યારથી તેમજ તા.૧૫-૩-૨૦૨૪ના રોજ ફરીયાદીએ તેઓના વકીલ મારફત એસ.બી.આઇ. જનરલ ઇન્સ્યુ. ને કલેઇમની રકમ ચુકવી આપવા આખરી લીગલ નોટીસ આપેલ જે નોટીસ વીમા કંપનીને તા.૨૦-૩-૨૦૨૪ના રોજ બજી ગયેલ હોય તેમ છતાં ૩૫ દિવસ જેટલા લાંબા સમયગાળા બાદ વીમા કંપનીએ તા.૨૫-૪-૨૦૨૪ના રોજ સદરહું નોટીસનો મનઘડત અને ઉપજાવી કાઢેલો જવાબ આપેલ છે. આમ હાલનો કેસી દાખલ કરતા અગાઉ પણ લીગલ નોટીસ આપવા છતાં વીમાની રકમ ચુકવેલ ન હોયજે વીમા કંપનીએ સ્પષ્ટપણે સેવામાં ખામી દાખવેલ હોય જેથી ફરીયાદી દ્વારા ગ્રાહક કોર્ટમાં ના છુટકે ન્યાય મેળવવા માટે હાલનો કેસ દાખલ કરવો પડેલ છે.


વીમા કંપની દ્વારા સદરહુ કલેઇમની રકમ ચુકવી ન આપતા ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ સેવાકીય ખામી આચરેલ હોય આથી આ કામના ફરીયાદી ગુજ. નીતેશપરી કરણપરી ગોસાઇના વારસદાર હાર્દિકપરી નીતેશપરી ગોસાઇ દ્વારા જિલ્લા ગ્રાહક તકરાર નિવાણ કમિશન જામનગર સમક્ષ સેવાકીય ખામી અંગેની ફરીયાદ દાખલ કરેલ છે. આ કામના ફરીયાદી તરફે ભાર્ગવ પી. મહેતા એસોસીએટસના વિદ્વાન ધારાશાસ્ત્રી ભાર્ગવ પી. મહેતા, રામદે એન. ગઢવી તથા મયુર આર. મારકણા રોકાયેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application