જામનગરમાં જુદા-જુદા બનાવમાં બે યુવાનના ગળા ફાંસો ખાઇ આપઘાત

  • July 17, 2021 01:20 PM 

બનાવ પાછળનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા કરાતી તપાસ: પરિવારમાં શોકની લાગણી

જામનગરના સાત રસ્તા પાસે વીજ કચેરીની બાજુમાં રહેતા એક શ્રમિક યુવકે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જ્યારે વૈશાલીનગરમાં એક યુવકે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી છે બન્ને બનાવમાં કયા કારણોસર પગલું ભર્યું એ અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે યુવાનના મૃત્યુ થી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

જામનગરના સાત રસ્તા પાસે મેલડી માતાના મંદિર નજીક જીઇબીના ગેટની બાજુમાં રહેતા અને મજૂરી કામ કરતા આકાશ ભુપતભાઈ બામરોલીયા ઉંમર વર્ષ ૨૦ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો

આ બનાવ અંગે નીતાબેન ભુપતભાઈ દ્વારા સિટી સી ડિવિઝનમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવ પાછળનું કારણ જાણવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં જામનગરના ધરાનગર, વૈશાલીનગર શેરી નંબર એક રહેતા રાજુભાઈ પ્રવીણભાઈ જાદવ ઉંમર વર્ષ 33 નામના યુવકે ગઈકાલે પોતાના ઘરે પતરાના ટેકા માટેના લોખંડના એગલ પર પ્લાસ્ટિકની દોરી વડે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જીવાદોરી ટુંકાવી લીધી હતી.આ બનાવની જાણ વૈશાલીનગરમાં રહેતા સંદીપ પ્રવીણભાઈ જાદવ દ્વારા સીટી બી ડિવિઝન માં કરવામાં આવી હતી. યુવકે કયા કારણોસર પગલું ભર્યું તે દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS