ડ્રગ્સ કેસમાં એનસીબીએ દેશની લોકપ્રિય હાસ્ય કલાકાર ભારતી સિંહના ઘરે દરોડા પાડ્યા

  • November 21, 2020 01:50 PM 333 views

ડ્રગ્સ કેસમાં એનસીબી તપાસ હજુ પણ ચાલી રહી છે એક પછી એક નવા નામ બહાર આવી રહ્યા છે જેને એનસીબીએ તેના ઘેરામાં લીધા છે. હવે એનસીબીએ દેશની લોકપ્રિય હાસ્ય કલાકાર ભારતી સિંહના ઘરે દરોડા પાડ્યા છે. આ કેસમાં વધુ વિગતો બહાર આવી નથી. ડ્રગ્સના કેસમાં એનસીબી દ્વારા ઘણા સ્ટાર્સને નિશાન બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ અભિનેતા અર્જુન રામપાલની પણ એનસીબી દ્વારા લાંબા સમયથી પૂછપરછ કરવામાં આવી હતી અને તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.

ભારતી સિંહની કોમેડીની દુનિયા ક્દીવાની છે. હાલ ભારતી કપિલ શર્મા શોનો એક ભાગ છે અને તે શોમાં તેની કોમેડી દ્વારા બધાને હસાવીને લોથપોથ કરે છે.  ભારતીના ઘરે દરોડા પાડવાના સમાચાર તેના ચાહકોને નિરાશ કરશે. જો કે આ મામલે હજી વધુ વિગતો સામે આવવાની બાકી છે. ભારતી ઉપર એનસીબીનું આગળનું પગલું શું હશે તે જોવાનું  રહેશે.

સૌથી પહેલા રિયાને કસ્ટડીમાં લેવામાં આવી હતી
સુશાંત સિંહ રાજપૂત કેસમાં એનસીબીએ તપાસ શરૂ કરી ત્યારથી ઘણા બોલિવૂડ સ્ટાર્સને નિશાન બનાવવામાં આવ્યા છે. પહેલા, રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીને એનસીબી દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા. રિયા લગભગ એક મહિના પછી બહાર આવી. તેમના સિવાય એનસીબીએ દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાન સહિતની અનેક પ્રખ્યાત અભિનેત્રીઓને સમન્સ મોકલ્યું હતું અને તેની વિગતવાર પૂછપરછ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application