ગોંડલમાં ઉંડા કૂવામાં યુવક આખી રાત પાઈપના આધારે લટકી રહ્યો

  • August 22, 2024 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ તાલુકાના પાવટી ગામની સિમ વિસ્તાર આવેલા ૮૦ ફટ જેટલા ઐંડા કુવામાં ગત રાત્રિના એક યુવાન પડી ગયો હતો. આ ઘટનાની જાણકારી મળતાં ગોંડલ નગરપાલિકાના ફાયર સ્ટાફના તરવૈયાએ સહી સલામત બહાર કાઢો હતો. કુવામાં પડી ગયેલો યુવક આખી રાત એક પાઈપને પકડીને લટકી રહ્યો હતો.
પ્રા વિગતો મુજબ,  તાલુકાના પાવટી ગામની સીમ માં જયુભા રાયજાદા ની વાડી માં આવેલા ૮૦ ફટ ઐંડા કુવામાં ગત રાત્રિના પાવટી રહેતા સંજય રમેશ ચારોલીયા નામનો પરણિત યુવાન કુવામાં પડી ગયો હતો. જેની જાણ વાડી માલિકે ગામના પુર્વે સરપચં મહેન્દ્રસિંહ રાયજાદા ને કરતા તેમણે  ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગને જાણ  કરતા ફાયરના તરવૈયાઓ કિશોરભાઈ ગોહીલ, અંશુમનસિંહ મકવાણા સહિત  પાવટી  દોડી જઇ  કુવામાં દોરડા અને ખાટલો નાખી યુવાનને  બહાર કાઢો હતો. કુવામાં પડનાર સંજય આખી રાત કુવામાં નાખેલી પાણી ખેંચવાની મોટરનો પાઇપ પકડીને લટકી રહ્યો હતો. કયાં કારણોસર સંજય કુવામાં પડો તેને લઈને તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application