પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ફરી બબાલ: એકનું મોત

  • May 25, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા બે અલગ–અલગ ઘટનાઓએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. કારણ કે, છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા પૂર્વ મિદનાપુરમાં ટીએમસી કાર્યકરની હત્યા કરવામાં આવી હતી અને અન્ય ટીએમસી કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રથમ ઘટના પૂર્વ મિદનાપુરના મહિષદલની છે, યાં ચૂંટણીની દુશ્મનાવટના કારણે ગઈકાલે રાત્રે એસકે મોઇબુલ નામના ટીએમસી કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. મૃતક ટીએમવાયસીના ઉપપ્રમુખ હતા. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે મોઇબુલ ગઇકાલે રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ભાજપના કેટલાક લોકોએ તેની હત્યા કરી હતી. આ સંદર્ભે મહિષદલ પોલીસ સ્ટેશને ભાજપના ૫ કાર્યકરોની ધરપકડ કરી છે.

બીજો કેસ પણ પૂર્વ મિદનાપુરનો છે. ગઈકાલે રાત્રે અહીંના બચ્ચા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. જેમાં અનતં બિજલી નામનો તૃણમૂલ કોંગ્રેસ કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો છે. તૃણમૂલનો આરોપ છે કે પીડિતને લોખંડના સળિયા અને વાંસ વડે માર મારવામાં આવ્યો હતો. તેમને ગંભીર હાલતમાં મૈના આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા, ત્યાંથી તેમને તમલુક જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે યુવકની હાલત નાજુક છે. તમામ સ્થળોએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બંગાળની આ બે ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક મહિલા ભાજપ કાર્યકરનું મોત થયું હતું. આ અથડામણમાં ભાજપના ૭ કાર્યકરો પણ ઘાયલ થયા હતા. આ ઘટના ૨૨ મેના રોજ મોડી રાત્રે નંદીગ્રામના સોનચુરામાં બની હતી. અહીં બીજેપી અને ટીએમસી કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડામણ કરી. તનમૂલ કાર્યકર્તાઓ પર ભાજપના કાર્યકરો પર ધારદાર હથિયારોથી હત્પમલો કરવાનો આરોપ છે. અથડામણમાં મૃત્યુ પામેલી મહિલા ભાજપ કાર્યકરનું નામ રતિબાલા આદી છે.
હાલમાં જ ૨૦ મેના રોજ બંગાળના બેરકપુરમાં બીજેપી ઉમેદવાર અર્જુન સિંહ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બોલાચાલી પોલીસકર્મીઓની હાજરીમાં થઈ હતી. ત્યારથી વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. તેના ફટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તસવીરોમાં જોવા મળ્યું હતું કે ઘણા મતદારો અર્જુન સિંહ સાથે દલીલ કરી રહ્યા હતા. વાસ્તવમાં, ભાજપના ઉમેદવારે આરોપ લગાવ્યો હતો કે ટીએમસીના પાર્થ ભૌમિકે પૈસા વહેંચ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application