ઉપલેટામાં ખનિજચોરો પર બીજે દિવસે પણ ધોંસ, ૨૬.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત

  • August 24, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટાનાં મામલતદાર મહેશ ધનવાણી દ્રારા ખનિજ ચોરી કરતાં તત્વોની સાતમ બગાડી નાખી બીજા દિવસે પણ ધોંસ બોલાવી ટ્રક અને ૩૦ ટન રેતી સાથે ૨૬.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી સ્થાનિક પોલીસને સોંપી આપ્યો હતો.
ગતરાત્રે ચાર વાગ્યે મામલતદાર મહેશ ધનવાણી આકસ્મીક તપાસ દરમિયાન કોલકી અંદર બાયપાસ રોડ પરથી પસાર થઈ રહેલ ટ્રક નં.૩૩૩૯ને અટકાવીને તપાસ કરતા તેમાં ૩૦ ટન જેટલી સાદી રેતી રોયલ્ટી વગરની ભરેલ હોય આથી મામલતદાર ધનવાણીએ આગળની કાર્યવાહી હાથ ધરી ટ્રકની કિંમત ૨૫ લાખ તેમજ ૩૦ ટન રેતીની કિંમત દોઢ લાખ મળી કુલ ૨૬ લાખ ૫૦ હજારનો મુદ્દામાલ કબજે કરી સ્થાનિક પોલીસને સોંપી આપેલ હતો. વધુ કાગળો ખાણ ખનિજ ખાતાને મોકલી અપાયા હતાં. તહેવાર દરમિયાન ખનિચ ચોરો ઉપર ધોંસ બોલતા ખનિજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application