ભારત બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે ફેબ્રુઆરી-૨૦૨૧ સમગ્ર માસમાં ચાર લાખ સીત્યોતેર હજાર બસ્સો છન્નુ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા.
જે કોરોનાકાળથી આજ સુધીના વિતેલા અગિયાર માસમાં દિનપ્રતિદિન સોમનાથ દર્શનાર્થીઓની વધતી સંખ્યામાં સર્વોચ્ચ છે.આગામી માર્ચ માસમાં કોરોના અને નિયંત્રણને એક વર્ષ પૂર્ણ થશે.સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સાવચેતી અને શ્રધ્ધાળુઓના સન્માન જળવાઇ રહે તેવી વ્યવસ્થા કારણે નવેમ્બર-૨૦૨૦થી સોમનાથ દર્શનાર્થી ભાવિકોનો ઉત્તરોત્તર વધારો થતો જ રહ્યો છે. ૧૯ જૂન ૨૦૨૦થી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ. કોરોના સાવચેતી સરકારના આદેશ અનુસાર બંધ કરાયેલ.
વર્ષ ૨૦૨૦માં જુનમાં ૫૭,૪૮૮, જુલાઇમાં ૧,૦૦૩,૯૩, ઓગષ્ટમાં ૧,૬૦,૦૦૦, સપ્ટેમાં ૧,૦૧,૩૧૨, ઓકટોમાં ૧,૪૩,૨૩૫, નવેમ્બરમાં ૩,૫૦, ૬૪૦ અને ડીસેમ્બરમાં ૨,૮૫,૬૯૬. જયારે વર્ષ ૨૦૨૧માં જાન્યુઆરીમાં ૪,૩૮,૦૦૦ અને ફેબ્રુઆરીમાં ૪,૭૭,૨૯૬ શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા હતાં.
આ ઉપરાંત ટ્રસ્ટી-સચિવ પ્રવિણ લહેરીના જણાવ્યા અનુસાર તારીખ આદેશ તા.૧-૨-૨૦૨૧ના રોજ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત શોપીંગ સેન્ટરોમાં દુકાનો ધરાવતા દુકાનધારકોને એપ્રીલ ૨૦૨૧થી જુલાઇ ૨૦૨૧ સુધી ભાડામાં રાહત પેકેજ જાહેર કરેલ છે. આ અગાઉ એપ્રીલ ૨૦૨૦થી જુન ૨૦૨૦ સુધી સંપૂર્ણ ભાડુ માફ કરાયેલ અને જુલાઇથી માર્ચ ૨૦૨૧ નવ મહિના ૫૦ ટકા અને એપ્રીલ ૨૦૨૧થી જુલાઇ ૨૦૨૧ ચાર માસ ૨૫ ટકા ભાડા રાહત જાહેર કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationકચ્છમાં કોરોના કેર વચ્ચે વહીવટી તંત્ર ઘૂંટણિયે
April 20, 2021 09:39 AMરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PM