શેઠવડાળામાં આઈપીએલનો સટ્ટો રમતો સખસ પકડાયો

  • April 14, 2021 08:54 PM 

મોબાઇલ એપ્લિકેશન મારફત સોદા પાર પાડતા પોલીસ પ્રગટી

શેઠ વડાળા પંથકના ભગવતી પાર્કમાં એક શખ્સ મોબાઇલ એપ્લિકેશન મારફત આઈપીએલ ક્રિકેટનો સટ્ટો રમતા પોલીસની પકડમાં આવ્યો હતો રોકડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

જામજોધપુર તાલુકાના શેઠ વડાળામાં રહેતો, મૂળ જામજોધપુરના બહુચરાજી મંદિર પાસેનો વતની ઇનુસ સુલેમાન રાવકરડા ઉંમર વર્ષ 33 નામના શખ્સને હાલમાં રમાઈ રહેલી આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની લાઈવ મેચ મોબાઇલ એપ્લિકેશન મારફત નિહાળીને હારજીત ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની હકીકતને આધારે સ્થાનિક પોલીસ દ્વારા દરોડો પાડીને આરોપીને રોકડ 500 તથા મોબાઈલ સાથે દબોચી લીધો હતો.

પોલીસ દ્વારા ઇનુસની અટક કરીને જુગારધારા મુજબ ફરિયાદ નોંધીને વધુ પૂછપરછ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આઈપીએલ ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સો પર પોલીસ દ્વારા તવાઈ બોલાવી છે અને તાજેતરમાં વધુ બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS