સાવરકુંડલામા સોની પરિવારમા એક દંપતિને ત્યાં બાળકીનો જન્મ થયો પરંતુ બાળકીને જન્મથી જ અસાધ્ય રોગ હોય અને ડોકટરે કહ્યું કે આ બાળકી છ મહિના જ જીવશે પરંતુ માતાની સેવાથી આ બાળકી છ વર્ષથી હજી જીવન જીવી રહી છે.
કેસર નામની બાળકીને જન્મથી જ અસાધ્ય એવો રોગ જેનું નામ હાઈડ્રોસેફુલસ છે. જેમાં બાળકને માથામાં પાણી ભરાય છે અને માથાની સાઈઝ ખૂબ જ મોટી થઈ જાય છે, અને છાતીથી પગ સુધીનો ભાગ બે મહિનાના બાળક જેટલો થાય છે. આ બાળકી કોઈ પણ પ્રકાર હલનચલન કરી શકતી નથી તે ૨૪ કલાક ૩૬૫ દિવસ ફક્ત અને ફક્ત સૂતી જ રહે છે.
કેસરને દ્રષ્ટિ નથી. આ રોગ જવલ્લ ે જ જોવા મળતો હોય છે. આ રોગનો ભોગ બનેલ બાળક માત્ર છ થી સાત મહિના જીવી શકે છે. પરંતુ છ વર્ષની કેસરની માતા કાજલબેન સોનીની સેવા, હૂંફ અને અથાગ પ્રેમે આ રોગના લક્ષણો ફેરવી નાખ્યા છે. કેસરને આ જન્મથી જ રોગની બીમારી હતી. ડોક્ટરનું કહેવુ છે મેડિકલ સાયન્સ પૂરું થાય ત્યારે આવા કેસની શરૂઆત થાય છે. આ બાળક છ થી સાત મહિના જીવી શકે છે. કેસરના જન્મથી ડોક્ટરે કહ્યું હતું કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી સેવા કરવી પડશે. બાળકને સવારે દૈનિક કાર્યથી લઈને એના ખોરાકની અને નવડાવવા ધોવડાવવાની સંપૂર્ણ જવાબદારી પુરા દિલથી એમની માતા કાજલબેન કરે છે. કાજલબેનના પતિ સત્યમભાઈ સોની સાવરકુંડલા ગુરુકુળમાં શિક્ષક છે. પોતાની પત્ની સાથે ખભે ખભો મીલાવી સપોર્ટ કરે છે. હાલ અત્યારે કેસરબેન છ વર્ષના થયા છે. બાળકીની શ્રવણ શક્તિ સારી છે. કાજલબેને જણાવ્યું હતુ કે દિવ્યાંગ બાળકોની સારી રીતે સારસંભાળ રાખવામા આવે તો જરૂર તેમનું આયુષ્ય વધે છે. કાજલબેનની આ સેવાથી અન્ય લોકોને પણ દિવ્યાંગ બાળકોની સેવા પ્રત્યેની પ્રેરણા મળી રહે છે. કેસર નામની આ બાળકીની ખાલી કાનની શ્રવણ શક્તિ સારી છે, કે જે એમના માતાનો અવાજ, પિતાનો અવાજ અને દાદીનો અવાજ ઓળખીને ખડખડાટ હસે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech