સૌરાષ્ટ્ર્રમાં આજી–૧ અને ન્યારી–૧ સહિત ૧૫ જળાશયોમાં પોણો ફટ સુધી આવક

  • September 27, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રમાં હાલ ભાદરવા મહિનામાં છુટા છવાયા ઝાપટા વરસતા રાજકોટ મહાપાલિકા અને રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૮૨માંથી ૧૫ ડેમમાં અડધોથી પોણો ફટ નવા નીરની આવક થઇ છે. રાજકોટ સિંચાઇ વર્તુળના લડ કન્ટ્રોલ મના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરના આજી–૧ ડેમ સાઇટ ઉપર ૬૦ મીમી (અઢી ઈંચ) વરસાદ નોંધાયો છે.
વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના લડ કન્ટ્રોલ મના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત સવારે સાત વાગ્યાથી આજે સવારે સાત વાગ્યે સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લામાં આજી–૧માં ૦.૧૬ ફટ, આજી–૨માં ૦.૧૦ ફટ, વેરીમાં ૦.૨૩ ફટ, ન્યારી–૧માં ૦.૧૬ ફટ , મોરબી જિલ્લામાં મચ્છુ–૨માં ૦.૦૩ ફટ, ડેમી–૧માં ૦.૧૬ ફટ, ડેમી–૨માં અડધો ફટ, બ્રાહ્મણીમાં ૦.૨૦ ફટ, બ્રાહ્મણી–૨માં પોણો ફટ, જામનગર જિલ્લામાં સસોઇમાં ૦.૧૦ ફટ, ઉન્ડ–૨માં ૦.૩૯ ફટ, ફુલઝર (કો.બા.)માં ૦.૧૬ ફટ, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો–૧માં ૦.૨૦ ફટ, વઢવાણ ભોગાવો–૨ (ધોળી ધજા)માં અડધો ફટ, ફલકુમાં પોણો ફટ નવા નીરની આવક નોંધાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application