સનાતન ધર્મમા ગુરૂ તત્વ આદી અનાદી છે, પુર્ણ પુરૂષોતમ શ્રીકૃષ્ણ આદ્યગુરૂ છે, તો મહાદેવ પણ આદ્યગુરૂ છે

  • July 24, 2021 09:41 AM 

માત્ર એક દિવસ જ નહી માતા-પીતાનો આદર થાય તેમ ગુરૂ પદ પંકજનો નિત્ય આદર કરવાથી ચીત પ્રસન્ન થાય અને ઉર્જા મળે: આદીશંકરાચાર્યજીએ સનાતન ધર્મને ઉજાગર કરી તેમા ગુરૂ પરંપરા મુખ્ય છે: વિધ-વિધ આયામોના જ્ઞાનની ઉર્જા સાથેના ગુરૂ અને પરમ જીજ્ઞાસુ શિષ્ય વચ્ચેનો સંબંધ એ પરંપરા આદી-અનાદી છે…

ગુરૂ ગોવિંદ દોનુ ખડે હૈ કા કો લાગુ પાય

બલિહારી ગુરૂ આપની કિ ગોવિંદ દીયો દીખાય

........સંત કબીરની આ પંક્તિઓ ગુરૂ ના મહત્વ વિશે  ઘણુ કહી જાય છે તેમ જામનગરના જ્યોતિષાચાર્ય ભાગવતકાર અને આધ્યાત્મસંશોધનકાર શાસ્રી જીગર પંડ્યાએ જણાવ્યુ છે અને ઉમેર્યુ છે કેક સનાતન ધર્મના ધરોહર સમાન શ્રીમદ ભગવદ ગીતા ગ્રંથ વિશે શુ લખવુ ને શુ ન લખવુ ?? કેમકે ગીતાજી ભગવાન શ્રીકૃષ્ણની ઝોળી અને સ્વર્ગનું કલ્પવૃક્ષ છે, ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં કહ્યું છે કે

‘ગીતા મે હૃદયં પાર્થ ગીતા મેં સારમુત્તમય 

ગીતા મે જ્ઞાનમૃત્યુગ્રં ગીતા મે જ્ઞાનમવ્યયમ્

ગીતા મારૂ હૃદય છે ગીતા મારો ઉત્તમ સાર છે ગીતા મારૂ અતિ ઉગ્ર જ્ઞાન છે. ગીતા મારૂ અવિનાશી જ્ઞાન છે.ગીતા મારૂ શ્રેષ્ઠ નિવાસ સ્થાન છે ગીતા મારૂ પરમપદ છે ગીતા મારૂ પરમ રહસ્ય છે અને ગીતા મારો પરમ ગુરૂ છે..... માટે પરમેશ્ર્વર ખુદ ગીતાજી ને ગુરૂ કહેતા હોય માનતો હોય તેથી વિશેષ સમર્થન શુ હોય??? કેમકે ગીતા પરમ પથદર્શક અને પરમ જ્ઞાન સુચક છે બીજી તરફ ભગવાન ગુરૂ દતાત્રેયજી એ શ્ર્વાન સહિત  ૨૪ ગુરૂ માન્યા હતા માટે જે વસ્તુ વ્યક્તિ કે જીવમાત્ર કે સંજોગો શીખવે નવી દિશા આપે ચિત ને ઢંઢોળે તે ગુરૂ કહેવાય છે હા સંત મહંત ઋષિ કુલગુરૂ વિદ્યાગુરૂ દરેક પુજનીય તો છે જ તેમ જણાવી શાસ્રીજી એ ઉમેર્યુ છે કે ગુરૂ શબ્દ જ્ઞાન અને મહતા તેમજ પ્રકાશ નો સમન્વય છે જે આપણા જીવનમા પ્રકાશ ફેલાવે સમજણ ની જ્યોત પ્રગટાવે સારા નરસાના જ્ઞાન નુ સિંચન કરે તે ગુરૂ છે જે ગમે તે સ્વરૂપમા હોય શકે છે માટે ગુરૂ મહતા કાયમ જીવનમા વણીલેવા શાસ્રોનો આદેશ છે તેમ પણ શાસ્રીજી જીગર પંડ્યાએ જણાવ્યુ છે તેમજ ઉમેર્યુ કે આદી શંકરાચાર્યજી એ ગુરૂતત્વના ખરા દર્શન કરાવ્યા છે તે સનાતન ધર્મની પરંપરા છે તે આપણી ધરી છે એ ધરી ઉપર જ જીવન ટકે છે.

એસ્ટ્રોલોજી અને એસ્ટ્રોનોમી સાથે યોગ અને તત્વાનુસંધાન ના સમન્વય કરનાર અને વરસોથી તાત્વીક જ્ઞાન ની સરવાણી વહાવનાર પુજનીય ગીરીશભાઇ અત્રીજી હજુય ૭૫ વર્ષે એમ  કહે છે કે હુ આ અકળ લીલા શીખુ છુ હા એક વાત ચોક્કસ કે ગુરૂ તત્વ લૌકિક પણ છે અને અલૌકીક છે તેમજણાવી અત્રીમહારાજ ઉમેરે છે કે જ્યા પાખંડ કે દંભ છે ત્યા ગુરૂ શિષ્ય પરંપરા નુ જતન નથી થતુ હા ગુરૂની  અવિરત વહેતી લૌકિક અલૌકિક જ્ઞાન ઉર્જા અને જીજ્ઞાસુ શિષ્ય( જે માટે વન મા કુટીર જ બાંધવી ફરજીયાત નથી સમય સંજોગો મુજબ ફેરફાર થાય) વચ્ચે ગાઢ સેતુ બંધાય છે ને તે જ સાચી  ગુરૂપુર્ણીમા તે માટે તિથી પણ જોવી ન પડે વળી ગુરૂ સહજ જ્ઞાન આપે માત્ર માહિતી નહી જે અનુભવના ત્રાજવે તોલાય તે જ્ઞાન જે અનુભૂતિ નો વિષય છે ભાગી બધી માહીતીઓ કહેવાય તેમ પણ અત્રીજી એ ઉમેર્યુ છે ગુરૂ પદ પંકજ......નુ મહત્વ ઇશ્ર્વરે પણ પ્રસ્થાપીત કર્યુ હોઇ આપણે સૌ ગુરૂવે નમ: ને જીવનમા વણીલઇએ એ જ ગુરૂ પુર્ણીમા ની સાર્થકતા ગણાય અન્યથા આ વિષય ગહન હોઇ ગ્રંથો લખાય તો ય આ મહતા સંપુર્ણ સમાવિષ્ટ ન થાય તેટલુ તાત્વીક છે કેમકે માતા પીતા માર્ગદર્શક પણ ગુરૂ છે તો મંત્ર દિક્ષા આપનાર પણ ગુરૂ છે સમય સંજોગો મુજબ પથદર્શક બનનાર પણ ગુરૂ છે અને આદી અનાદી દેવો ને અવતારો પણ ગુરૂ છે તો તપસ્વી સાધક તત્વસંધાન કરનાર પણ ગુરૂ છે માટે દરેક ગુરૂ સ્થાન યોગ્યને આદરથી વંદન કરી આજથી ગુરૂ દેવો નમ: કાયમજીવનમા વણી લેવા સ્કલ્પ કરીએ કેમકે ડગલે ને પગલે રાહ ચીંધનાર ગુરૂ જ છે અને સમર્થ ગુરૂ નુ માર્ગદર્શન અમુલ્ય હોય છે હા ગુરૂ વિવેકબુદ્ધીથી નક્કીકરવા તે પણ આવશ્યક છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)