દોઢ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
સલાયામાં શનિવારથી જ કાળા ડીબાંગ વાદળોથી અંધારપટ છવાઇ ગયા હતા. ભારે પવન અને વીજળીઓ થતી હતી. રવિવારે બપોરે એક વાગ્યાથી અચાનક મોટા મોટા વરસાદી છાટા ચાલુ થયા હતા અને દોઢ કલાકમાં ધોધમાર વરસાદ પડતાં એક ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું.
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં લોકોમાં પણ ડર પ્રવેશ્યો હતો. ખંભાળિયા પણ વરસાદ વધુ હોઈ સલાયા ગોઇંજ જતા રસ્તા ઉપર આવેલ કોઝવે ઉપરથી ફરી પાણી વહેવા લાગ્યું હતું, રોડ રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. સલાયા તથા આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકશાન થયાના સમાચાર મળી રહ્યા છે.
મગફળી અને કપાસ બંને પાકોને નુકશાની જવાના સમાચાર મળ્યા છે. ઘણા ખેડૂતોએ મગફળી ઉપાડી લીધી હતી અને ખેતરમાં પાથરા પડ્યા હતા એમને મોઢા પાસે આવેલ કોડયો છીનવાયા જેવી સ્થિતિ ઉભી થઇ હતી. હાલ આ વરસાદથી ખેડૂતોને ઘણી નુકશાની જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech