સલાયામાં પૂ. જલારામ બાપાની 225 જન્મજયંતીની ઉજવણી

  • October 24, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જલારામ મંદિરે મિટિંગમાં થયું આયોજન


આગામી તા. 8 નવેમ્બર નાં રોજ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની 225 મી જન્મ જયંતી છે. જે અનુસંધાને ઉજવણી કરવાની હોઈ સલાયા લોહાણા મહાજન દ્વારા જલારામ મંદિરે લોહાણા મહાજન પ્રમુખ તેમજ જલારામ મંદિર અન્નક્ષેત્ર ટ્રસ્ટનાં પ્રમૂખ ભરતભાઈ લાલની આગેવાનીમાં એક મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.


આ મિટિંગમાં મોટી સંખ્યામાં રઘુવંશીઓ હાજર રહ્યા હતા. જેમાં જલારામ મંદિરે 11.30 વાગ્યે નૂતન ધ્વજા આરોહરણ કરવામાં આવશે. જેની પૂજામાં કિશોરભાઈ લાલ, કિરીટભાઈ બદિયાણી, કિશન બથિયા, કિશોર વિઠલાણી બેસશે. બાદમાં લોહાણા મહાજન વાડીએ સારસ્વત મહાસ્થાન, સમસ્ત બ્રહ્મસમાજ, રાજગોર સમાજ, સાધુ સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજનું સમૂહ ભોજન રાખવાનું આયોજન કરવામાં આવેલ છે, તો સમસ્ત હિન્દુ સમાજના સમૂહ ભોજનમાં તેમજ ધ્વજા આરોહણમાં પધારવા જલારામ મંદિર અન્નક્ષેત્ર ટ્રસ્ટ તેમજ લોહાણા મહાજન દ્વારા ભાવ ભરેલું નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા જલારામ સેવા સમીતી જહેમત ઉઠાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News