એક યુવાન પર હુમલો
જામનગર શહેરના સાધના કોલોનીમાં ઈડાકળીની રેંકડીએ ઉભેલા યુવાનને 'સામે કતરાઈને શુ જોવે છે...?' તેમ કહીને ૪ શખસોએ હુમલો કરી છરી બતાવીને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
શહેરના સાધના કોલોનીમાં રહેતો ભાણજી રવજીભાઈ સીંગરખીયા (ઉ. વ.રપ) નામનો યુવાન ગત તા.૧૬ની રાત્રીના સાધના કોલોનીના પહેલા ગેઈટ સામે ઈડાકળીની રેકડીએ પાર્સલ લેવા માટે ઉભો હતો. ત્યારે નામચીન આરોપી હર્ષ ઉર્ફે ટકો અને ત્રણ અજાણ્યા શખસો બાઈક લઈને આવ્યા હતા.
જ્યાં હર્ષે કહયું હતું કે તું સામે હજી કતરાઈને શું જોવે છે..? તેમ કહીને અપશબ્દો બોલીને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ સમયે ઈડાકળીના રેંકડીવાળા રાઈલાભાઈ આવી જતાં યુવાનને છોડાવ્યો હતો. દરમ્યાન છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ચારેય શખસો બાઈક લઈને નાશી છુટ્યા હતા. જે અંગેની યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ એમ. કે. બ્લોચએ તપાસ હાથ ધરીને આરોપીની શોધખોળ આરંભી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMઆ 5 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી જોઈએ, સ્વાસ્થ્ય પર કરી શકે છે ખરાબ અસર
May 14, 2025 04:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech