રાણાવાવમાં જે.સી.બી.ના ભાડાના પૈસાની ઉઘરાણી પ્રશ્ર્ને યુવાન ઉપર હુમલો થતા પોલીસ ફરીયાદ દાખલ થઇ છે.
રાણાવાવના અમરદળ ગામે વાડી વિસ્તારમાં રહેતા અને જે.સી.બી. ભાડે આપતા પ્રવીણ રૂડાભાઈ પીપરોતર નામના યુવાને એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે,એક વર્ષ પહેલા તેણે પોતાનું જે.સી.બી.રાણાવાવના મફતીયાપરા બાયપાસ વિસ્તારમાં રહેતા અબ્દુલ લાખા ઉર્ફે કારા મંગરીયાને ભાડે આપ્યું હતુ.અને તેનું ૬૫૦૦ પિયા ભાડું લેવાનું બાકી હતુ.તે લેવા માટે રાણાવાવના આશાપુરા ચોકમાં અબ્દુલ પાસે ગયા ત્યારે તે ગાળો બોલવા લાગ્યો હતો અને ઉશ્કેરાઈને લોખંડના સળિયા વડે પ્રવીણને માર મારતા માથામાંથી લોહી નીકળવા લાગ્યા હતા તેથી અબ્દુલ દોડીને ભાગી ગયો હતો,ત્યારબાદ પ્રવીણભાઈના જાણીતા સુરેશભાઈ ગીરધરભાઈ જોશી તેના બાઈકમાં બેસાડીને રાણાવાવના સરકારી દવાખાને લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ઈમરજ્ન્સી સેવા ૧૦૮ મારફતે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ઈમરજ્ન્સી વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે અને માર મારનારા અબ્દુલ કારા સામે ગુન્હો દાખલ કરાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech