રાણાવડવાળા ગામે યુવાન ઉપર તેના નાના ભાઇ સહિત ત્રણ કુટુંબીજનોએ લાકડી અને ધારિયા વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
રાણાવડવાળા ગામે રહેતા અને ખેતીકામ કરતા દિલીપ ભરતભાઇ ઓડેદરા નામના ૩૫ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે રાત્રે નવેક વાગ્યે હાઇવે પર આવેલ ગુકૃપા હોટલ ખાતે જમવા માટેનું પાર્સલ લેવા ગયો હતો અને બહાર નીકળ્યો ત્યારે તેનો નાનોભાઇ અજય ત્યાં ઉભો હતો આથી દિલીપે તેના નાનાભાઇ અજયને એવું સમજાવ્યુ હતુ કે ‘તું દા વધારે પીવે છે ઓછો કરી નાખજે’ એ દરમ્યાન અજય ઉશ્કેરાઇને તેના મોટાભાઇ દિલીપ સામે બોલાચાલી કરવા લાગ્યો હતો તે દરમ્યાન ફરીયાદી દિલીપના કાકા મેરામણ કારા ઓડેદરા અને કાકાનો દિકરો હિરેન લોખંડના ધારિયા લઇને આવી પહોંચ્યા હતા. તે દરમ્યાન ફરીયાદીનો ભાઇ અજય પણ દોડીને ગ્રાઉન્ડમાંથી લાકડી લઇને આવ્યો હતો અને ત્યારબાદ ત્રણે શખ્શોએ દિલીપને માર માર્યો હતો. હોટલની અંદર પણ ઢીકાપાટુનો માર માર્યો હતો આથી ફરીયાદીને લોહી નીકળવા લાગતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. અને ત્યારબાદ ફરીયાદીએ તેની પત્ની વંદનાને ફોન કરીને બનાવની જાણ કરી હતી ત્યારબાદ ૧૦૮માં રાણાવાવ સરકારી હોસ્પિટલે અને વધુ સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંથી તેણે ફરિયાદ નોંધાવી છે જેમાં કારણ એવું જણાવ્યુ છે કે પાંચ મહિના પહેલા ફરિયાદીને તેના કાકા મેરામણભાઇ સાથે માથાકૂટ થઇ હતી અને સામસામે પોલીસ ફરિયાદ થઇ હતી જેનુ મનદુ:ખ રાખીને કાકા મેરામણભાઇ અને તેના દિકરા હિરેન તથા નાના ભાઇ અજયે માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech